ઓવલ : ટીમ ઇન્ડિયાએ (Team India)5 ટેસ્ટની શ્રેણીમાં (IND vs ENG) 2-1થી લીડ મેળવી લીધી છે. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ફક્ત 78 રન બનાવી આઉટ થઇ ગઈ હતી અને ટીમનો ઇનિંગ્સથી પરાજય થયો હતો. આ પછી ચોથી ટેસ્ટની (4th Test) પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ફક્ત 191 રન બનાવી શકી હતી. ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલી (Virat Kohli)માટે આ શ્રેણીમાં વાપસી આસાન રહેશે નહીં. જોકે કોહલીની ટીમે વાપસીનો ઇતિહાસ બનાવ્યો છે. ટીમે (India vs England)ચોથી ટેસ્ટમાં 157 રને વિજય મેળવ્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયામાં ટીમ ફક્ત 36 રન બનાવી આઉટ થઇ હતી. જે પછી ભારતે શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો હતો.
ટીમ ઇન્ડિયા ડિસેમ્બર 2020માં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં એડિલેડમાં ફક્ત 36 રન બનાવી આઉટ થઇ ગઈ હતી. ટીમનો આ મેચમાં 8 વિકેટે પરાજય થયો હતો. આ પછી કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ શ્રેણી હારી જશે. જોકે મેલબોર્નમાં રમાયેલી તે પછીની ટેસ્ટમાં ટીમનો 8 વિકેટે વિજય થયો હતો. આટલું જ નહીં 4 મેચની શ્રેણી પણ 2-1થી પોતાના નામે કરી હતી. ટીમે બીજી વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. જોકે અંતિમ ટેસ્ટમાં કોહલી રમ્યો ન હતો પણ તેના સાથે ખેલાડી જરૂર ઉતર્યા હતા.
વિરાટ કોહલી કેપ્ટન તરીકે SENA દેશ એટલે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 6 ટેસ્ટ જીતી લીધી છે. જેમાં ઇંગ્લેન્ડમાં ત્રણ, ઓસ્ટ્રેલિયામાં 2 અને દક્ષિણ આફ્રિકામાં એક ટેસ્ટ સામેલ છે. જે એશિયન કેપ્ટન તરીકે સૌથી વધારે છે. શ્રીલંકાની વાત કરવામાં આવે તો તે SENA દેશોમાં ફક્ત 3 ટેસ્ટ જીતી શક્યું છે. એટલે કે કોહલીએ શ્રીલંકા કરતા ડબલ ટેસ્ટ જીતી છે.
પ્રથમ વખત ઓવલ અને લોર્ડ્સમાં જીતી ટેસ્ટ
ટીમ ઇન્ડિયાને ઓવલમાં 50 વર્ષ પછી જીત મળી છે. આ પહેલા 1971માં ટીમે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. આ પછી ત્યાં રમાયેલ ત્રણેય મેચમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. ટીમ ઇન્ડિયાએ પ્રથમ વખત એક શ્રેણીમાં લોર્ડ્સ અને ઓવલ બંને મેદાન પર ટેસ્ટમાં વિજય મેળવ્યો છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો ઇંગ્લેન્ડ સામે 10મો વિજય છે. તે 10 કે તેથી વધારે ટેસ્ટ જીતનાર પાંચમો કેપ્ટન છે. ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડર અને વેસ્ટ ઇન્ડીઝના વિવિયન રિચર્ડ્સે ઇંગ્લેન્ડ સામે સૌથી વધારે 13-13 ટેસ્ટ જીતી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર