Home /News /sport /

બૂમરાહની ગેરહાજરી અને કોહલીના ખરાબ ફોર્મ વચ્ચે એશિયા કપમાં ભારતીય ટીમ કેટલી મજબૂત? જાણો સંપૂર્ણ વિશ્લેષણ

બૂમરાહની ગેરહાજરી અને કોહલીના ખરાબ ફોર્મ વચ્ચે એશિયા કપમાં ભારતીય ટીમ કેટલી મજબૂત? જાણો સંપૂર્ણ વિશ્લેષણ

ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન (India vs Pakistan) વિરૂદ્ધ કરશે.

ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન (India vs Pakistan) વિરૂદ્ધ કરશે.

  દિલ્હી: રોહિત શર્મા એન્ડ કંપની એશિયા કપ (Asia Cup)માં ખિતાબના પ્રબળ દાવેદારના રૂપમાં ઉતરી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાએ સાત વખત આ ટૂર્નામેન્ટ પર કબ્જો જમાવ્યો છે. પાછલી વખતે એટલે 2018માં ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ બાંગ્લાદેશને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ તે વખતે દૂબઈ ઈન્ટરનેલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં બાંગ્લાદેશને માત આપી હતી.

  આ વખતે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને તગડો ઝાટલો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ ઈજાગ્રસ્ત થવાના કારણે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ પાછલા કેટલાક સમયથી ખરાબ ફોર્મના કારણે ઝઝૂમી રહ્યો છે, જ્યારે ઓપનર કેએલ રાહુલ લાંબા સમય પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે.

  ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન (India vs Pakistan) વિરૂદ્ધ કરશે. આ મેચ દૂબઈ ઈન્ટરનેનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં બંને ટીમો પાછલા વર્ષ ટી20 વર્લ્ડ કપ 2021ની એક મેચ દરમિયાન ટકરાઇ હતી. જોકે, ત્યારે પાકિસ્તાને ભારતને 10 વિકેટથી માત આપી હતી. વિરાટ કોહલી પછી રોહિત શર્માએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની જવાબદારી શાનદાર રીતે ઉઠાવી છે. એવામાં પ્રશ્ન તે છે કે, ખિતાબ જીતીને શું ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ યથાવત રાખીને એશિયા કપમાં પોતાનો દબદબો કાયમી રાખી શકશે?

  એશિયા કપમાં ભારતીય ટીમ કેટલી મજબૂત કેટલી નબળી?

  ટીમ ઈન્ડિયાની મજબૂતી

  ટી-20 ફોર્મેટના રૂપમાં ભારતીય બેટિંગ લાઈનઅપ ખુબ જ મજબૂત છે. અનુભવી ઓપનર કેપ્ટન રોહિત શર્મા ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં કેપ્ટનના રૂપમાં પોતાની કાબેલિયત સાબિત કરી ચૂક્યા છે. ટી-20માં રોહિતના નામે 4 શકત છે. તેમની સ્ટ્રાઈક રેટ 140થી વધારે છે. ઈજા પછી કેએલ રાહુલ વાપસી કરી રહ્યો છે. રાહુલ પાછલા કેટલાક સમયથી રોહિત સાથે ઓપનરના રૂપમાં સારૂ પ્રદર્શન કરતો આવ્યા છે. વિરાટ કોહલી (Virat Kohli) ટીમ ઈન્ડિયા માટે એશિયા કપમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભવી શકે છે. સૂર્યકુમાર યાદવ ટી20ના નવા સેન્સેશન છે. તે પછી ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને રવિન્દ્ર જાડેજા ભારતીય બેટિંગ લાઈનને મજબૂત બનાવે છે.

  ટીમ ઈન્ડિયાનું બોલિંગ એટેક

  હાલના દિવસોમાં ભારતીય બોલિંગે દેશથી લઈને વિદેશોમાં પોતાનો કહેર વરસાવ્યો છે. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ વગર પણ ટીમ ઈન્ડિયામાં અનેક ક્વોલિટી બોલર સામેલ છે, જે તેઓ સારામાં સારા બેટ્સમેનને ધ્વસ્ત કરી શકે છે. યુવા લેફ્ટ આર્મ પ્રેશર અર્શદીપ સિંહ અને અનુભવી તેજ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પાવરપ્લે અને ડેથ ઓવર્શમાં ધારદાર બોલિંગ કરવામાં માહિર છે. વેસ્ટ ઈન્ડિય વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં શાનદાર પ્રધર્શન કર્યા પછી અર્શદીપને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવી શકે છે. સ્પિનર રવિ બિશ્નોઈને ઘણી ઓછી તક મળી હોવા છતાં પણ તેને જ્યારે પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે પોતાની કાબેલિયત સાબિત કરી બતાવી છે. રવિશચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહેલ સહિત જાડેજા પોતાની ઈકોનોમિકલ બોલિંગ માટે ઓળખાય છે.

  ભારતીય ટીમની નબળાઈઓ

  ફાસ્ટ બોલર આવેશ ખાનનું સતત ખરાબ પ્રદર્શન ચિંતાનો વિષય છે. આવેશે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું છે પરંતુ ટીમ ઈન્ડિયામાં આઈપીએલવાળું પ્રદર્શન ફરીથી કરી શક્યો નથી. આવેશ માટે ઈન્લેન્ડનો પ્રવાસ પણ કંઈ ખાસ રહ્યો નહતો. તે ખુબ જ મોંઘો સાબિત થયો હતો. વિન્ડીઝ વિરૂદ્ધ બીજી ટી20માં અંતિમ ઓવરમાં 10 રન બચાવી શક્યો નહતો. જોકે તે પછી તેમણે ચોથી ટી-20માં વાપસી કરતાં બે વિકેટ પોતાના નામે કરી હતી.

  વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય

  એશિયા કપમાં વિરાટ કોહલીની બેટિંગ એવરેજ 60થી વધુ છે. આ ટૂર્નામેન્ટમાં વિરાટે વનડે કરિયરની બેસ્ટ ઈનિંગ રમી છે. જોકે, પાછલા કેટલાક સમયથી વિરાટ આશા અનુસાર પ્રદર્શન કરી શકી રહ્યો નથી. ઈન્ટરનેશનલ ક્રિકટમાં તે પાછલા ત્રણ વર્ષથી એકપણ શકત લગાવી શક્યો નથી. હાલના દિવસોમાં વિરાટ કોહલી સારી શરૂઆતને મોટી ઈનિંગમાં ફેરવવામાં અસફળ રહી રહ્યો છે. તેઓ ક્વોલિટી બોલિંગ એટેક સામે રન બનાવવા માટે સંઘર્ષ કરતો નજરે પડી રહ્યો છે. જોકે, વિરાટ પાસે જે ક્લાસ છે તેનાથી આશા કરી શકાય છે કે તે ઝડપી ફોર્મમાં આવી જશે, પરંતુ તેનું ખરાબ ફોર્મ ચોક્કસ રીતે ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે.

  કેએલ રાહુલ લાંબા સમયથી ક્રિકેટથી દૂર

  ઓપનર કેએલ રાહુલ સર્જરી પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે. જોકે, બીસીસીઆઈએ તેમણે એશિયા કપથી પહેલા જિમ્બાબ્વે પ્રવાસ પર મોકલવાનો નિર્ણય કર્યો છે. રાહુલ આઈપીએલ 2022 પછી ક્રિકેટથી દૂર છે. તેઓ ફેબ્રુઆરી 2022થી ટીમ ઈન્ડિયાથી બહાર છે. કેએલની ગેરહાજરીમાં ભારતીય ટીમે ઓપનિંગમાં સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતને ઓપનરના રૂપમાં અજમાવ્યા છે. બ્રેક પછી રાહુલ ટીમમાં કેવી રીતનું પ્રદર્શન કરે છે, તે જોવાનું રોમાંચક રહેશે.

  ઉલ્લેખનિય છે કે, વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ, કેએલ રાહુલની લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી અને જસપ્રીત બૂમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયા માટે વીક પોઈન્ટમાં ગણી શકાય છે. જોકે, એવી પણ આશા કરી શકાય છે કે, વિરાટ પોતાનું ફોર્મ પરત મેળવીને એશિયા કપમાં પોતાનો નવો રૂપ બતાવશે તો કેએલ રાહુલને મળેલી તકને ઝડપીને શાનદાર પ્રદર્શન કરતાં ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જવાની કોશિશ કરશે.

  બૂમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયા ભરપાઇ કરી શકે તેમ નથી. ચોક્કસ રીતે ટીમ ઈન્ડિયા પાસે ક્વોલિટી બોલર્સ છે પરંતુ ડેથ ઓવર્સ અને શરૂઆતની ઓવર્સમાં બૂમરાહ વિકેટ નિકાળવાની જે કાબેલિયત છે તે કાબિલે તારીફ છે. તેથી ચોક્કસ રીતે બૂમરાહની ગેરહાજરી ટીમ ઈન્ડિયાને ખલતી રહેશે. આશા રાખી શકીએ કે ટીમ ઈન્ડિયાના અન્ય કાબેલ બોલર શાનદાર બોલિંગ કરીને બૂમરાહની ભરપાઇ કરી શકે.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Team india

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन