દિનેશ કાર્તિકની ટીમમાંથી હકાલપટ્ટી, દોઢ વર્ષ પછી આ દિગ્ગજની વાપસી

News18 Gujarati
Updated: July 21, 2019, 3:18 PM IST
દિનેશ કાર્તિકની ટીમમાંથી હકાલપટ્ટી, દોઢ વર્ષ પછી આ દિગ્ગજની વાપસી
દિનેશ કાર્તિકની ટીમમાંથી હકાલપટ્ટી, દોઢ વર્ષ પછી આ દિગ્ગજની વાપસી

વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે

  • Share this:
વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ વિરાટ કોહલીને સોંપવામાં આવી છે. વર્લ્ડ કપની ટીમમાં સામેલ રહેલા દિનેશ કાર્તિકની ટીમ ઇન્ડિયામાંથી હકાલપટ્ટી થઈ છે. તેને વન-ડે અને ટી-20 ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે હવે લગભગ ભાગ્યે જ તેને ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળશે. તે વર્લ્ડ કપમાં બે મેચ રમ્યો હતો અને નિષ્ફળ રહ્યો હતો. મુખ્ય પસંદગીકાર પ્રસાદે સ્પષ્ટ કરી દીધું છે કે પંત હવે ત્રણેય ફોર્મેટમાં રમશે. પહેલાથી જ માનવામાં આવતું હતું કે કાર્તિકની ટીમમાંથી વિદાય થઈ શકે છે. તે 34 વર્ષનો થયો છે અને ટીમ ઇન્ડિયામાં અત્યાર સુધી પોતાને સાબિત કરી ચૂક્યો નથી.

બીજી તરફ રિદ્ધિમાન સાહાની વાપસી થઈ ગઈ છે. તે ઇજાના કારણે ટીમ ઇન્ડિયાથી દોઢ વર્ષ માટે બહાર હતો. ગત વર્ષે દક્ષિણ આફ્રિકામાં તેને ઈજા પહોંચી હતી. તેની ગેરહાજરીમાં પંતને ટેસ્ટ ક્રિકેટમાં તક મળી હતી.

આ પણ વાંચો - વિન્ડીઝ ટુર માટે ટીમ ઈન્ડિયા જાહેરાત, કોહલી કેપ્ટન, જાડેજાને ત્રણેય ફોર્મેટમાં સ્થાન

મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે જો કોઈ સીનિયર ખેલાડી ઇજા પછી પરત આવશે તો તેને પ્રાથમિકતા મળશે. સાહાએ 32 ટેસ્ટમાં 1164 રન બનાવ્યા છે. 75 કેચ કર્યા છે અને 10 સ્ટમ્પિંગ કર્યા છે. તેના વિકેટકીપિંગની ઘણી પ્રશંસા થઈ રહી છે.
First published: July 21, 2019, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading