ન્યૂઝીલેન્ડને ટક્કર આપવા ઓકલેન્ડ પહોંચી ટીમ ઈન્ડિયા, આવી રીતે થયું સ્વાગત

News18 Gujarati
Updated: January 21, 2019, 12:56 PM IST
ન્યૂઝીલેન્ડને ટક્કર આપવા ઓકલેન્ડ પહોંચી ટીમ ઈન્ડિયા, આવી રીતે થયું સ્વાગત
ટીમ ઈન્ડિયા

બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટરોનું ઓકલેન્ડ એરપોર્ટ પર પહોંચવાનો નાનો વીડિયો અપલોડ કર્યો છે, જેમાં કેટલાક ભારતીય પ્રશંસક તેમના માટે ચિયર કરી રહ્યા છે

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ 23 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ શરૂ થનારી આગામી લિમિટેડ ઓવરની સીરીઝમાં રમવા માટે રવિવારે ઓકલેન્ડ પહોંચી ગઈ. ભારતીય ટીમ ત્રણ સપ્તાહના પ્રવાસમાં પાંચ વનડે આંતરરાષ્ટ્રીય મેચ અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટરોનું ઓકલેન્ડ એરપોર્ટ પર પહોંચવાનો નાનો વીડિયો અપલોડ કર્યો છે, જેમાં કેટલાક ભારતીય પ્રશંસક તેમના માટે ચિયર કરી રહ્યા છે.

કેદાર જાધવ અને દિનેશ કાર્તિક પ્રશંસકોને ઓટોગ્રાફ આપવા જોવા મળ્યા. પ્રશંસકોએ સૌથી વધુ કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માને ચિયર કર્યા.

આ પણ વાંચો, એક દાયકા જૂનો રેકોર્ડ તોડી સૌરાષ્ટ્રનો રણજીની સેમીફાઇનલમાં પ્રવેશ

ભારતીય ટીમ સોમવારની સવારે નેપિયર માટે રવાના થશે જ્યાં બુધવારે પહેલી વનડે રમાશે. ત્યારબાદ બે વનડે તૌરંગા (26 અને 28 જાન્યુઆરી), હૈમિલટન (31 જાન્યુઆરી) અને વેલિંગટન (3 ફેબ્રુઆરી)માં રમાશે. ત્રણ ટી-20 મેચ વેલિંગટન 6 ફેબ્રુઆરી), ઓકલેન્ડ (8 ફેબ્રુઆરી) અને હૈમિલટન (10 ફેબ્રુઆરી)ના રોજ રમાશે.

વનડે મેચ ભારતીય સમય મુજબ સવારે 7.30 વાગ્યે જ્યારે ત્રણ ટી-20 મેચ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે.

First published: January 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading