દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર સામેલ નથી. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20માં વિજય મેળવનાર ટીમ જાળવી રાખી છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી-20 મેચની શરુઆત 15 સપ્ટેમ્બરથી થશે અને અંતિમ મેચ 22 સપ્ટેમ્બરે રમાશે. પ્રથમ મુકાબલો ધર્મશાલામાં રમાશે. બીજી મેચ મોહાલીમાં 18 સપ્ટેમ્બરે રમાશે અને અંતિમ ટી-20 મેચ 22 સપ્ટેમ્બરે બેંગલોરમાં રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી યોજાશે.