IND vs ENG: ટીમ ઈન્ડિયા બની શકે છે નબર 1 વનડે ટીમ, આ કાર્ય કરવું બનશે જરૂરી

  • Share this:
    નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની સીરીઝમાં બીજી મેચ આજે પુણેમાં રમાઇ રહી છે. વિરાટ કોહલીની ટીમે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 66 રને હાર આપી હતી. આજેની મેચ જીતીને વન-ડેમાં જીતીને ટી-20 સીરીઝની જેમ જ વન-ડે સીરીઝ પણ પોતાના નામે કરવા માંગશે. ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન ભારતીય ટીમ પાસે હવે વન-ડેમાં પણ નંબર વન બનવાનો મૌકો છે. તેના માટે ભારતીય ટીમે આગામી બંન્ને મેચ જીતવી પડશે અને ઈંગ્લેન્ડની ટીમને ક્લિન સ્વિપ કરવી પડશે.

    જો ભારતીય ટીમ સીરીઝના ત્રણેય મુકાબલા જીતી લે છે તો ભારતીય ટીમને ત્રણ અંકનો ફાયદો થશે અને તે તે 120 અંક સાથે વન-ડેની નંબર વન ટીમ બની જશે. ક્લિન સ્વિપ થતાની સાથે જ ઈંગ્લેન્ડની ટીમ બાદશાહતની સાથે-સાથે તેને 4 અંકનું નુકશાન પણ થશે જેથી તે 119 અંક પર આવી જશે અને ત્રીજા સ્થાન પર રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ અને તેની વચ્ચે માત્ર 2 અંકનો જ ફર્ક રહેશે.

    આ પણ વાંચો - Explained: ભારતમાં કેટલા કોવિડ સ્ટ્રેન જોવા મળ્યા, શું વધતા કેસ પાછળ નવા સ્ટ્રેન જવાબદાર?

    1984 બાદ ઈંગ્લેન્ડ ભારતમાં સીરીઝ જીત્યું નથી
    ભારતે જે રીતે જોરદાર પ્રદર્શન થકી પ્રથમ વન-ડે મેચ જીતી લીધી છે. માટે બાકીની બે મેચમાં પણ જીતવાની આશા વધી રહી છે. ભારતીય ટીમનો ભારતમાં ઈંગ્લેન્ડ સામેનો જોરદાર રેકોર્ડ છે. બંન્ને ટીમો વચ્ચે 9 વન-ડે સીરીઝ થઇ છે. જેમાં ભારતે 6 અને ઈંગ્લેન્ડે એક મેચ જીતી છે. બાકીની બંન્ને મેચ સરભર થઇ હતી.

    ઈંગ્લેન્ડની ટીમે અગાઉ 1984માં ભારત સામે વન-ડે સીરીઝ જીતી હતી. ત્યારે મહેમાન ટીમે ભારતને 5 વન -ડે સીરીઝમાં 4-1થી હરાવ્યું હતું. બંન્ને ટીમો 4 મેચ પછી ફરીએકવાર સામે આવ્યા છે. આ પહેલા 2017ની વન-ડે સીરીઝમાં ભારતે 2-1 થી જીત મેળવી હતી.
    Published by:kuldipsinh barot
    First published: