ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે નજર અંદાજ કર્યા પછી લાલચંદ રાજપૂત હવે બેટિંગ કોચ બનવાની દોડમાં સામેલ થઈ ગયા છે. આ માટે તેમણે સોમવારે અન્ય દાવેદારો સાથે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એમએસકે પ્રસાદની આગેવાનીવાળી પસંદગી સમિતિ ટીમના સહયોગી સભ્યોની પસંદગી કરશે. બેટિંગ કોચ માટે 57 વર્ષના લાલચંદ રાજપૂતે દાવેદારી નોંધાવતા મુકાલબો રસપ્રદ બની ગયો છે. આ પહેલા પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વિક્રમ રાઠોરને સંજય બાંગરનું સ્થાન લેવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો.
બાંગરની ખુરશી ઉપર ખતરો
ફરી એક વખત ટીમના મુખ્ય કોચ બન્યા પછી રવિ શાસ્ત્રીએ વર્તમાન સહયોગ સભ્યોને યથાવત્ રાખવા તરફ ઇશારો કર્યો છે. જેથી એમ માનવામાં આવી રહ્યું છે કે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધરનો દાવો ઘણો મજબૂત રહેશે. જોકે વર્તમાન બેટિંગ કોચ સંજય બાંગરને સખત પડકાર મળશે કારણ કે સૌથી વધારે અરજીઓ આ પદ માટે આવી છે. બાંગર 2014થી ટીમ સાથે જોડાયેલ છે. જેમના બેટિંગ કોચ રહેતા ભારતીય ટીમ 50 ટેસ્ટ અને 119 વન-ડે રમ્યું છે.
આમરે, કાનિટકર, મન્હાસે પણ આપ્યા ઇન્ટરવ્યૂ
સહયોગી સભ્યોની પસંદગીની પ્રક્રિયા ગુરુવાર સુધી ચાલવાની સંભાવના છે. આ દરમિયાન બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચના ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. બેટિંગ કોચ માટે પ્રવિણ આમરે, અમોલ મજુમદાર, સિતાંશુ કોટક, ઋષિકેશ કાનિટકર અને મિથુન મન્હાસે પણ દાવેદારી રજુ કરી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે ઇન્ટરવ્યૂ દરમિયાન દાવેદારોને ટીમ ઇન્ડિયા ભવિષ્યને લઈને સવાલો પુછવામાં આવ્યા હતા. આવનાર સમયની પ્લાનિંગને લઈને પણ સવાલ જવાબ કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર