Home /News /sport /ટી-20 વર્લ્ડકપમાં હાર બાદ ભારતીય ખેલાડી પરત ફરશે, હાર્દિક સહિત 12 ખેલાડી સીધા ન્યૂઝીલેન્ડ જશે

ટી-20 વર્લ્ડકપમાં હાર બાદ ભારતીય ખેલાડી પરત ફરશે, હાર્દિક સહિત 12 ખેલાડી સીધા ન્યૂઝીલેન્ડ જશે

વિરાટ કોહલી-રોહિત શર્મા સહિતના ખેલાડી પરત આવશે

T20 Worldcup 2022 Team India: ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને ઇંગ્લેન્ડે 10 વિકેટે હરાવ્યુ હતુ. આ સાથે જ ટીમ ઇન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ હતુ. હવે તમામ ખેલાડી પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે.

વધુ જુઓ ...
    T20 Worldcup 2022 Team India: ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને ઇંગ્લેન્ડે 10 વિકેટે હરાવ્યુ હતુ. આ સાથે જ ટીમ ઇન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન તૂટી ગયુ હતુ. હવે તમામ ખેલાડી પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે.

    વર્લ્ડકપ માટે ભારતની 15 સભ્યની ટીમ પહોચી હતી. જેમાં 4 ખેલાડી સ્ટેન્ડબાયમાં પણ રહ્યા હતા. હવે તેમાંથી કેપ્ટન રોહિત શર્મા સહિત 7 ખેલાડી અલગ અલગ ગ્રુપમાં પરત ફરશે. કેટલાક ખેલાડી આજે ફ્લાઇટ પકડશે જ્યારે બાકી ખેલાડી કાલે પરત ફરશે.

    ન્યૂઝીલેન્ડ રવાના થશે મોટાભાગના ખેલાડી

    બાકી 12 ખેલાડી ઓસ્ટ્રેલિયાથી સીધા ન્યૂઝીલેન્ડ રવાના થશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસે ત્રણ ટી-20 અને ત્રણ વન ડે મેચ રમશે. આ પ્રવાસમાં ટી-20 સીરિઝમાં કેપ્ટન્સી હાર્દિક પંડયાને સોપવામાં આવી છે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત કેટલાક સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

    ભારતીય ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ જણાવ્યુ કે જે ભારતીય ખેલાડીઓએ ઘરે પરત ફરવાનું છે, તે અલગ અલગ ગ્રુપમાં પરત આવશે.

    આ 12 ખેલાડી ન્યૂઝીલેન્ડ રવાના થશે

    રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, અક્ષર પટેલ અને મોહમ્મદ શમી ભારત પરત ફરશે. જ્યારે સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર સીધા ન્યૂઝીલેન્ડ રવાના થશે.

    ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ

    ટી-20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયા:

    હાર્દિક પંડયા (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટ કીપર), શુભમન ગિલ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન (વિકેટ કીપર), શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભૂવનેશ્વર કુમાર, ઉમરાન મલિક

    વન ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયા:

    શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટ કીપર) શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શહબાજ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, ઉમરાન મલિક, કુલદીપ સેન

    ભારત-ન્યૂઝીલેન્ડ પ્રવાસનો કાર્યક્રમ

    18 નવેમ્બર, શુક્રવાર: પ્રથમ ટી-20, વેલિંગ્ટન
    20 નવેમ્બર, રવિવાર બીજી ટી-20, માઉન્ટ માઉંગનુઇ
    22 નવેમ્બર, મંગળવાર: ત્રીજી ટી-20, ઓકલેન્ડ

    25 નવેમ્બર, શુક્રવાર: પ્રથમ વન ડે, ઓકલેન્ડ
    27 નવેમ્બર, રવિવાર: બીજી વન ડે, હેમિલ્ટન
    30 નવેમ્બર, બુધવાર: ત્રીજી વન ડે, ક્રાઇસ્ટચર્ચ
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup, Team india, ક્રિકેટ ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन