Home /News /sport /

ભારતીય ખેલાડીઓને PCLમાં રમાડવા માંગે છે શાહિદ આફ્રિદી

ભારતીય ખેલાડીઓને PCLમાં રમાડવા માંગે છે શાહિદ આફ્રિદી

    કરાચી : પાકિસ્તાનનો વિસ્ફોટક ખેલાડી શાહિદ આફ્રિદીનું એવું માનવું છે કે, પાકિસ્તાન સુપર લિગ (પીએસએલ) ટી20માં રમવા માટે ભારતીય ખેલાડીઓને પણ આમંત્રણ આપવું જોઈએ. આફ્રિદીએ લાહોરમાં પોતાના ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં કહ્યું કે, તેમને ખબર છે કે, ભારતીય ખેલાડીઓનો કરાર તેમને વિદેશી ટી20 લીગમાં રમવાની મંજૂરી આપતું નથી.

    તેમને કહ્યું કે, "પરંતુ આપણે પીએસએલમાં રમવા માટે આમંત્રિત કરીને બોલાવવાની કોશિશ કરવી જોઈએ. મને ખબર છે કે, તેમનું આવવું મુશ્કેલ છે. કેમ કે તેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જ રમે છે. પરંતુ તેમને પીસીએલના આવનાર સિઝન માટે આમંત્રણ આપવું જોઈએ." આમ શાહિદ આફ્રિદી ભારતીય ખેલાડીઓને પીસીએલમાં રમાડવા માંગે છે પરંતુ શાહિદનો આ સ્વપ્ન પૂરો થાય તેની કેટલી સંભાવનાઓ છે તે તો આપણે જાણીએ જ છીએ.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Indian players, Team india, પાકિસ્તાન

    આગામી સમાચાર