Home /News /sport /IND vs NZ: ફૂટબોલ જોઈને છલકાયું આ ભારતીય ખેલાડીનું દર્દ, કહ્યું શા માટે 6 વર્ષ પહેલા રમત છોડી હતી

IND vs NZ: ફૂટબોલ જોઈને છલકાયું આ ભારતીય ખેલાડીનું દર્દ, કહ્યું શા માટે 6 વર્ષ પહેલા રમત છોડી હતી

ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે

IND vs NZ Washington Sundar: ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત સારી રહી નથી. ટી-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદની ઝપેટમાં આવી છે. હવે બીજી મેચ 20 નવેમ્બર, રવિવારે રમાશે. પ્રથમ મેચમાં વરસાદ દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમના ખેલાડીઓ ફૂટબોલની મજા માણી રહ્યા હતા.

વધુ જુઓ ...
    IND vs NZ Washington Sundar: ટીમ ઈન્ડિયા આ દિવસોમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. આ પ્રવાસની શરૂઆત સારી રહી નથી. ટી-20 સિરીઝની પ્રથમ મેચ વરસાદની ઝપેટમાં આવી છે. હવે બીજી મેચ 20 નવેમ્બર, રવિવારે રમાશે. પ્રથમ મેચમાં વરસાદ દરમિયાન ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમના ખેલાડીઓ ફૂટબોલની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમનો ભાગ રહેલો વોશિંગ્ટન સુંદર પણ ત્યાં હાજર હતો. સુંદર ખેલાડીઓને ફૂટબોલ રમતા જોયા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ફૂટબોલ કેમ રમી રહ્યો નથી. આ અંગે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

    6 વર્ષ જૂની જણાવી આપવીતિ

    ફૂટબોલ ન રમવાના આ સવાલ પર વોશિંગ્ટન સુંદરે પોતાના 6 વર્ષ જૂના અકસ્માતને યાદ કરતા જવાબ આપ્યો, “6 વર્ષ પહેલા ફૂટબોલ રમતી વખતે મારા પગમાં ઈજા થઈ હતી. ત્યારથી હું ફૂટબોલ નથી રમી રહ્યો. ફૂટબોલ સિવાય પણ ઘણી વસ્તુઓ છે.

    સુંદર આ વર્ષે ક્રિકેટ રમતી વખતે પણ ઘણી વખત ઈજાગ્રસ્ત થયો છે. ઈજાના કારણે તે મોટાભાગે ટીમની બહાર થઈ ગયો છે. T20 વર્લ્ડ કપ પહેલા જ તેને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો.

    ટીમમાં તક મળી

    ટીમના કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં તક મળી છે. ટીમમાં પસંદગી અંગે વાત કરતા સુંદરે કહ્યું, “મેં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ઘણો સમય વિતાવ્યો છે. ઈજાગ્રસ્ત થતા પહેલા લેન્કેશાયર માટે રમવું શાનદાર હતું. મેં મારી ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું. ખાસ કરીને ખભા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું.

    તેમણે આગળ કહ્યું, “ન્યુઝીલેન્ડ મારા પ્રિય દેશોમાંથી એક છે. અહીંના લોકો અને હવામાન ખૂબ જ સરસ છે. અમે અહીં આવ્યા ત્યારથી અમને રેસ્ટોરાં અને દુકાનોમાં ફરવાની મજા આવે છે. અહીં અમે અમારી પ્રાઈવસી પણ માણી રહ્યા છીએ.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: IND vs NZ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन