વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાના એક સીનિયર ખેલાડીએ બીસીસીઆઈના પરિવાર સાથે જોડાયેલ નિયમનો ભંગ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ખેલાડી તપાસમાં ઘેરામાં છે. આરોપોનો સામનો કરી રહેલા ખેલાડીએ 15 દિવસથી વધારે સમય સુધી પત્નીને સાથે રાખવાની વિશેષ માંગણી કરી હતી. જોકે બીસીસીઆઈની પ્રશાસકોની સમિતિ ( CoA)એ માંગણીને ફગાવી દીધી હતી. સીઓએએ પત્ની અને પ્રેમિકાને ખેલાડીઓ સાથે રહેવાનો નિયમ બનાવ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈની ખબર પ્રમાણે સવાલોના ઘેરામાં જે ખેલાડી છે તે આખા વર્લ્ડ કપ દરમિયાન પોતાની પત્ની સાથે રહ્યો હતો. આ વિશે તેણે કેપ્ટન પાસે મંજૂરી પણ લીધી ન હતી અને કોચને પણ પુછ્યું ન હતુ.
દસ્તાવેજોના હવાલાથી કહેવાયું છે કે 3 મે ના રોજ સીઓએએ ખેલાડીઓની માંગણી પર ચર્ચા કરી હતી પણ બાદમાં ફગાવી દીધી હતી.
આ મામલાની જાણકારી રાખનાર એક બીસીસીઆઈના સૂત્રએ નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે નિયમ તોડવામાં આવ્યો છે. જે ખેલાડી સવાલોમાં છે તેને 3 મે ના રોજ થયેલી મીટિંગમાં મંજૂરી આપવામાં આવી ન હતી. તેણે 15 દિવસનો નિયમ તોડ્યો છે. આથી સવાલ ઉભો થાય છે કે તેણે નક્કી કરેલા સમય કરતા પત્નીને સાથ રાખવા માટે સંબંધિત વ્યક્તિઓ પાસે મંજૂરી માંગી હતી કે નહીં. જોકે તેણે આમ કર્યું નથી.
આ મામલાનો રિપોર્ટ હજુ સીઓએને આપવામાં આવ્યો નથી. સવાલ એવો પણ થઈ રહ્યો છે કે એડમિનિસ્ટ્રેટિવ મેનેજર સુનીલ સુબ્રમણ્યમે આ નિર્ણય સામે પગલા કેમ ભર્યા ન હતા. આ તેમનું અધિકાર ક્ષેત્ર હતું.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે સુનીલ સુબ્રમણ્યમ શું કરી રહ્યા હતા? તેમનું કામ ટીમના ટ્રેનિંગ સેશન પર નજર રાખવાનું ન હતું. આ કામ માટે કોચ, કેપ્ટન અને બાકી સપોર્ટ સ્ટાફ હતો. આશા છે કે સીઓએ આ મામલે મેનેજર પાસેથી રિપોર્ટ માંગશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર