હારના તણાવને દૂર કરવા ઈન્ડિયન ખેલાડીઓની નવી યુક્તિ

News18 Gujarati
Updated: January 23, 2018, 7:52 PM IST
હારના તણાવને દૂર કરવા ઈન્ડિયન ખેલાડીઓની નવી યુક્તિ

  • Share this:
કાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ જ્હોનિસબર્ગમાં શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં 2-0થી પાછળ હોવાથી ખુબ જ દબાણમાં છે, જોકે ઈન્ડિયન ખેલાડીઓએ તણાવને દૂર કરવા માટે એક યુક્તિ અપવનાવી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પોતાને તણાવમુક્ત રાખવા માટે દક્ષિણ આફ્રિકાના વિવિધ વિસ્તારોની તેમના પરિવાર સાથે મુલાકાત કરીને પોતાને ટેન્શન ફ્રિ રાખવાનો પ્રયત્ન કર્યો હતો.ટીમ ઈન્ડિયાના ધાકડ બેટ્સમેન અજિંક્ય રહાણે પોતાની પત્ની રાધિકા સાથે સોતેટામાં ગ્રેટ નેલ્સન મંડેલા હાઉસ પહોંચ્યો હતો. તેમને આ યાત્રાને પોતાના માટે પ્રેરણાદાયક ગણાવી હતી.જસપ્રિત બૂમરાહ પણ પોતાને મસ્ત મગન રાખવા માટે પ્રાણીઓ સાથે સમય વિતાવતા નજરે પડ્યો હતો.

ટીમ ઈન્ડિયાનો ઓપનર શિખર ધવન ત્રીજી ટેસ્ટથી પહેલા પોતાના પરિવાર સાથે મસ્તી કરતો નજરે પડ્યો હતો.કેપટાઉન ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરનાર ભુવનેશ્વર કુમાર પોતાની પત્ની નુપુર નાગર સાથે સાઉથ આફ્રિકાના નજારાઓને માણતો નજરે પડ્યો હતો.ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સિંહ સાથે સેલ્ફી લેવાની તક ઝડપી લીધી હતી.ઉમેશ યાદવે પણ તાનિયા સાથે સાઉથ આફ્રિકાના નજારાઓની મજા માણીને પોતાને ટેન્શન ફ્રિ બનાવ્યો હતો.લોકેશ રાહુલ અને ચેતેશ્વર પુજારા પણ જંગલમાં લાગેલા પોલ પર મસ્તી કરતાં નજરે પડ્યા હતા.

 

 

 

 
First published: January 23, 2018, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading