નવી દિલ્લી: આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમનાર ભારતીય ટીમનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કિષ્ણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કૃષ્ણાની એક દિવસ પહેલા જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતીય ટીમના સ્ટેન્ડબાય બોલર તરીકે પસંદગી થઇ છે. કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) સાથે 20 સભ્યોની ટીમ 25 મેના દિવસે મુંબઇમાં એકત્રિત થશે. અને અહિંયા તૈયાર કરવામાં આવેલા બાયો-બબલમાં 8 દિવસ સુધી રોકાણ કરશે. આ દરમિયાન 3 વાર તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે અને ત્યા પણ તે 10 દિવસ કોરોન્ટાઇન રહેશે, ત્યાર બાદ 18 જૂને ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમશે. મહત્વનું છે કે, પ્રસિદ્ધ કૃષ્ણાનો કોરોના રિપોર્ટ 25 મે સુધી નેગેટિવ આવશે તો જ તે બાયો-બબલમાં જોડાઇ શકશે.
મહત્વનું છે કે, પ્રસિદ્ધ કૃષ્ણા કોરોના પોઝિટીવ થનારો કોલકત્તાનો ચોથો ખેલાડી છે. તેના પહેલા વરુણ ચક્રવર્તી અને ટીમ સિફર્ટ તથા સંદિપ વૉરિયર પણ કોવિડ-19થી સંક્રમિત થઇ ચૂક્યા છે. ન્યૂઝીલેન્ડના વિકેટકિપર ટિમ સિફર્ટ કોરોના પોઝિટિવ હોવાથી ચાર્ટર્ડ પ્લેનથી પોતાના દેશમાં નથી જઇ શક્યો તે ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સિફર્ટે સ્વદેશ પહોચવા માટે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી છે.
કોરેન્ટાઈન પૂર્ણ થયા બાદ નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તે ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે. અને ન્યૂઝીલેન્ડમાં પણ તે 14 દિવસ સુધી કોરેન્ટાઇનમાં રહેશે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને લઇને પહેલા જ એક ચાર્ટર્ડ પ્લેન રવાના થઇ ગયું છે. અને બીજુ આજે સાંજે રવાના થશે. આ પ્લેનમાં જનારા તમામ ખેલાડીઓએ કોરોના પ્રોટોલોકનું કડકાઇથી પાલન કર્યું છે. સિફર્ટને ચેન્નાઇની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જ્યાં ઓસ્ટ્રેલીયાના પૂર્વ ક્રિકેટર માઇકલ હસી પણ ઈલાજ કરાવી રહ્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર