નવી દિલ્લી: ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC 2021)ની મેચ તથા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ માટે 2 જૂને ભારતની રવાના થશે. ભારતીય પુરુષ ટીમ અને મહિલા ટીમ એક જ ચર્ટર્ડ પ્લેનમાં ઈંગ્લેન્ડ જવા રવાના થશે. મહત્વનું છે કે, મહિલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની મહિલા ટીમ સામે એક ટેસ્ટ અને 3-3 વનડેની સાથે ટી-20 મેચોની સીરીઝ રમશે. ભારતીય ટીમનો આ પ્રવાસ ખૂબ જ લાબો થવાનો છે.
ખેલાડીઓને મુશ્કેલ સમયમાં ઘણા સમયથી પરિવારથી દૂર રહેવાની ચિંતા હતી, પરંતુ ઇંગ્લેન્ડ જતા પહેલા ભારતીય પુરુષ અને મહિલા ટીમને એક સારા સમાચાર મળ્યા છે, જેના કારણે તેઓ હવે ચિંતામાં નહીં રહે. હકીકતમાં ભારતીય ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફને પ્રવાસ પર પરિવારને સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, ભારતીય પુરુષ ટીમ લગભગ ચાર મહિના ઇંગ્લેન્ડમાં રહેશે.
ક્રિકઇન્ફોના સમાચાર મુજબ, યુકે સરકારે ભારતીય પુરુષ અને મહિલા ખેલાડીઓના પરિવારોને પ્રવાસ પર તેમની સાથે આવવાની છૂટ આપી છે. હાલમાં, બંને ટીમો મુંબઇની એક જ હોટલમાં ક્વોરેન્ટેડ છે. તમામ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઇટમાં પરિવાર સાથે ઉડાન ભરશે અને 3 જૂને લંડન પહોંચશે. ત્યાંથી બંને ટીમો સાઉધમ્પ્ટન જશે, જ્યાં તેમને ફરજિયાત ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડશે. આ પછી, મહિલા ટીમ બ્રિસ્ટોલ માટે રવાના થશે, જ્યાં તેઓ યજમાનો સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. તે જ સમયે, અપેક્ષા છે કે, પુરુષોની ટીમ સાઉધમ્પ્ટનમાં ટ્રેનિંગ પણ શરૂ કરશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર