હોકી વર્લ્ડ કપઃ ભારતની ધમાકેદાર શરૂઆત, સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું

  • Share this:
    ભુવનેશ્વરમાં રમાઇ રહેલા હોકી વર્લ્ડ કપમાં પોતાના પ્રથમ મેચમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને માત આપતાં 5-0થી હરાવ્યું છે. ટીમ ઇન્ડિયાએ જબજસ્ત આક્રમત રમત દેખાડી અને સાથે જ ટીમનું ડિફેન્સ પણ મજબૂર રહ્યું હતું.

    અહીં ક્લિક કરી જુઓ દીપિકા-રણવિરના મુંબઇ રિસેપ્શનની તસવીરો

    ટીમ ઇન્ડિ તરફથી પ્રથમ ગોલ મનદીપ સિંહે કર્યો હતો. તેઓએ 10મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ટીમ ઇન્ડિયા માટે બીજો ગોલ આકાશદીપ સિંહે 12મી મિનિટમાં કર્યો. બીજા કોર્નરમાં કોઇ ટીમ ગોલ કરી શકી ન હતી.

    ત્રીજા કોર્નરમાં ટીમ ઇન્ડિયાએ વધુ બે ગોલ કર્યા હતા. 43મી મિનિટમાં સિમરનજીત સિંહે શાનદાર ગોલે ટીમ ઇન્ડિયાને 3-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ બે મિનિટ બાદ 45માં મિનિટમાં ટીમ ઇન્ડિયાને લલિત ઉપાધ્યાયએ ચોથો ગોલ કર્યો હતો.

    ચોથો અને અંતિમ કાર્ટરમાં પાંચમો ગોલ ફરી એકવાર સિમરનજીત સિંહની હોકી સ્ટિકમાંથી નિકળ્યો અને ટીમ ઇન્ડિયા ખુબ જ સરળતાથી પ્રથમ મેચમાં 5-0થી જીતી ગઇ. સિમરનજીત સિંહને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારતનો હવે પછીનો મુકાબલો મજબૂત ગણાતી બેલ્જિયમની ટીમ વિરુદ્ધ છે. આ મેચ 2 ડિસેમ્બરે યોજાશે. ત્યારબાદ ભારતીય ટીમ 8 ડિસેમ્બરે કેનેડા સામે ટકરાશે.
    Published by:Sanjay Vaghela
    First published: