Commonwealth Games:ભારતીય હોકી ટીમ કોમનવેલ્થ ગેમ્સમાંથી નહિં જાય, બ્રિટનને આપ્યો ઝડબાતોડ જવાબ

કોવિડ -19 સંબંધિત ચિંતા અને દેશના પ્રવાસીઓ પ્રત્યે બ્રિટનના કોરેન્ટાઈન નિયમોને કારણે ભારત મંગળવારે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની હોકી સ્પર્ધામાંથી ખસી ગયું.

Commonwealth Games: ભારતની પુરુષ અને મહિલા હોકી ટીમે 2022 માં યોજાનારી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો. કોરોના અને ફરજિયાત સંસર્ગનિષેધને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • Share this:
    નવી દિલ્હી: કોવિડ -19 સંબંધિત ચિંતા અને દેશના પ્રવાસીઓ પ્રત્યે બ્રિટનના કોરેન્ટાઈન નિયમોને કારણે ભારત મંગળવારે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ(Birmingham Commonwealth Games)ની હોકી સ્પર્ધામાંથી ખસી ગયું. હોકી ઇન્ડિયાના પ્રમુખ જ્ઞાનેદ્રો નિંગોબામે ફેડરેશનના નિર્ણયને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ નરિન્દર બત્રા સુધી પહોંચાડી દીધો છે. આ નિર્ણય પાછળ બ્રિટનનું ભારત પ્રત્યેનું દ્વિપક્ષિય વલણ પણ મહત્વનું માનવામાં આવે છે. બ્રિટને એક દિવસ અગાઉ જ ભારતમાં આવતા વર્ષે યોજાનારા જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. ભારતનો નિર્ણય જવાબ માનવામાં આવે છે.

    હોકી ઇન્ડિયાએ કહ્યું છે કે, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ (28 જુલાઇથી 8 ઓગસ્ટ) અને હેંગઝો એશિયન ગેમ્સ (10-25 સપ્ટેમ્બર) વચ્ચે માત્ર 32 દિવસનું અંતર છે અને તેઓ તેમના ખેલાડીઓને યુકે મોકલવાનું જોખમ લેવા માંગતા નથી, જે હાલ કોરોનાવાયરસ રોગચાળાથી પ્રભાવિત છે બ્રિટન સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સમાવવામાં આવ્યો છે. નિંગોબામે લખ્યું, 'એશિયન ગેમ્સ 2024એ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફિકેશન સ્પર્ધા છે અને એશિયન ગેમ્સની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને, હોકી ઇન્ડિયા કોમનવેલ્થ દરમિયાન કોવિડ -19થી સંક્રમિત ભારતીય ટીમોના કોઈપણ ખેલાડીનું જોખમ લેવા માંગતુ નથી.

    મહત્વનું છે કે, બ્રિટને તાજેતરમાં ભારતના કોવિડ -19 રસીકરણ પ્રમાણપત્રોને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો અને સંપૂર્ણ રસીકરણ હોવા છતાં દેશમાંથી આવતા પ્રવાસીઓ માટે 10 દિવસનું કડક અને ફરજિયાત કોરોન્ટીન રહેવાનો નિયમ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડે આગામી મહિને ભુવનેશ્વરમાં એફઆઇએચ મેન્સ જુનિયર વર્લ્ડ કપમાંથી બહાર નીકળ્યાના એક દિવસ પછી, કોવિડ -19 અને ભારત સરકારના યુકેના તમામ નાગરિકો માટે 10 દિવસના સંસર્ગનિષેધને ફરજિયાત બનાવવાના નિર્ણયના એક દિવસ બાદ ભારતીય હોકીએ આ નિર્ણય લીધો છે.

    આ પણ વાંચો: ચૂંટણી પરિણામ: 10 વર્ષ બાદ ગાંધીનગર મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત

    બ્રિટનના પ્રતિબંધો બાદ ભારતે પણ બ્રિટિશ નાગરિકોના દેશમાં આવવા પર પ્રવાસીઓ માટે પણ સમાન પ્રતિબંધો લાદ્યા હતા. ભારતના નવા નિયમો હેઠળ, બ્રિટનથી અહીં આવતા તેના તમામ નાગરિકો, તેમની રસીકરણની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના, મુસાફરીના 72 કલાકની અંદર આરટી-પીસીઆર રીપોર્ટ દર્શાવવો પડશે. ભારત પહોંચ્યા બાદ, એરપોર્ટ પર અને પછી આઠમા દિવસે વધુ બે RT-PCR ટેસ્ટ કરાવવા પડશે.
    Published by:kuldipsinh barot
    First published: