Home /News /sport /

પુલવામા હુમલોઃ ભારતીય ક્રિકેટર્સ ગુસ્સામાં આવી રીતે ઠાલવ્યો રોષ

પુલવામા હુમલોઃ ભારતીય ક્રિકેટર્સ ગુસ્સામાં આવી રીતે ઠાલવ્યો રોષ

Pulawama Terror Attack પર ભારતીય ક્રિકેટર્સ ગુસ્સામાં, આવી રીતે ઠાલવ્યો રોષ

પુલવામાં જિલ્લામાં શ્રીનગર -જમ્મુ રાજમાર્ગ પર ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 38 જવાન શહીદ થયા

    જમ્મુ એન્ડ કાશ્મીરના પુલવામાં જિલ્લામા શ્રીનગર -જમ્મુ રાજમાર્ગ પર ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 38 જવાન શહીદ થયા છે. આ ઘટનાને લઈને આખા દેશમાં આક્રોશ છે. ભારતીય ક્રિકેટર્સે પણ પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કર્યો છે. ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું છે કે હવે પાકિસ્તાન સાથે ટેબલ ઉપર નહીં પણ યુદ્ધના મેદાનમાં વાત હોવી જોઈએ.

    ગંભીરે ટ્વિટર ઉપર લખ્યું છે કે હાં, અલગાવવાદીઓ, આતંકીઓ અને પાકિસ્તાન સાથે વાત જરુર થવી જોઈએ પણ તે વાત ટેબલ ઉપર નહીં હવે યુદ્ધના મેદાનમાં થવી જોઈએ. હવે બસ બહું થયુ.



    ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટ્વિટર ઉપર લખ્યું છે કે, કાયર, નૃશંસ, અર્થહીન...મારું દિલ તે લોકોના પરિવાર માટે નિકળી જાય છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હોસ્પિટલમાં ભરતી તે બહાદુર માટે પ્રાર્થના કરી. @crpfindia માટે સેવા અને નિષ્ઠા પ્રતિ પોતાના પ્રતિબદ્ધતાને સલામ.



    પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ટ્વિટર ઉપર લખ્યું છે કે વાસ્તવમાં જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ ઉપર હુમલો કાયરતાપૂર્ણ છે. જેમાં અમારા બહાદુર સૈનિકો શહીદ થયા છે. આ ઘણું તકલીફ આપી રહ્યું છે. આ દુઃખ કહેવા માટે શબ્દો નથી. હું પાર્થના કરું છું કે ઈજાગ્રસ્તોની સ્થિતિમાં જલ્દી સુધારો થાય.







    સુકાની વિરાટ કોહલીએ કહ્યું હતું કે પુલવામાં હુમલોના સમાચાર સાંભળી સ્તબ્ધ છું. શહીદ થયેલા જવાનોને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અને ઇજાગ્રસ્ત જવાનોના જલદી ઠીક થાય તેવી પ્રાર્થના કરું છું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Indian cricketers, Pulwama terror attack, આતંકી હુમલો, પુલવામા

    આગામી સમાચાર