વિરાટ કોહલીએ ફટકારી 22મી ટેસ્ટ સદી, અઝરૂદ્દીનના રેકોર્ડની કરી બરાબરી

News18 Gujarati
Updated: August 3, 2018, 8:20 AM IST
વિરાટ કોહલીએ ફટકારી 22મી ટેસ્ટ સદી, અઝરૂદ્દીનના રેકોર્ડની કરી બરાબરી
વિરાટ કોહલી, તસવીર, બીસીસીઆઈ ટ્વિટર

વિરાટે સદી ફટકારીને બનાવ્યા અનેક રેકોર્ડ અને પૂછી નાંખ્યા જૂના કલંક

  • Share this:
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિગહામમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સદી ફટકારી હતી. વિરાટ કોહલીની આ 22મી ટેસ્ટ સદી હતી. આ સાથે જ તેને અઝરૂદ્દીનના ટેસ્ટ સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલીની ઇંગ્લેન્ડમાં આ પ્રથમ સદી છે. વિરાટ કોહલીએ બેન સ્ટોક્સની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી સદી પૂર્ણ કરી હતી.

આ પ્લેયર્સ પણ ટેસ્ટમાં ફટકારી ચુક્યા છે 22 સદી

વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડને પ્રથમ ટેસ્ટમાં એકલા હાથે લડત આપી હતી. વિરાટ કોહલી માત્ર બાંગ્લાદેશને છોડી ટેસ્ટ રમતા તમામ દેશ સામે સદી ફટકારી ચુક્યો છે. વિરાટ કોહલીએ ભારતના મોહમ્મદ અઝરૂદ્દીન અને દક્ષિણ આફ્રિકાના એબીડી વિલિયર્સની બરાબરી કરી લીધી હતી. વિરાટ કોહલીએ ડેવિડ વોર્નર (21 સદી)ને પાછળ છોડ્યો હતો.


ટેસ્ટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિનના નામે

ટેસ્ટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ ભારતના જ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે ટેસ્ટમાં 51 સદી છે. કાલિસના નામે 45, રિકી પોન્ટિંગના નામે 41 સદી છે. વર્તમાનમાં ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલિસ્ટર કુકના નામે ટેસ્ટમાં 32 સદી છે.

Indian players to score atleast one century in each of the SENA (South Africa, England, New Zealand, Australia) countries in Tests:

First published: August 2, 2018, 11:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading