IPL 2021માં જોવા મળી શકે છે સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન, આટલી છે બેઝ પ્રાઇઝ

IPL 2021માં જોવા મળી શકે છે સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન, આટલી છે બેઝ પ્રાઇઝ
આઇ.પી.એલ 2021ની (IPL 2021) 18 ફેબ્રુઆરીમાં થનારી નિલામીમાં 1097 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આઇ.પી.એલ 2021ની (IPL 2021) 18 ફેબ્રુઆરીમાં થનારી નિલામીમાં 1097 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

  • Share this:
    આઇ.પી.એલની (IPL) 18 ફેબ્રુઆરીમાં (18th February) થનારી નિલામીમાં (IPL Auction) 1097 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સચિનનો (Sachin Tendulkar) પુત્ર અર્જુન (Arjun Tendulkar) અને એસ.શ્રીશાંત સહિતના ખેલાડીઓ (Cricketers) પર બોલી લાગશે.

    આઇ.પી.એલ 2021ની (IPL 2021) 18 ફેબ્રુઆરીમાં થનારી નિલામીમાં 1097 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સચિન તેંડુલકરના (sachin tendulkar) પુત્ર અર્જુન અને એસ.શ્રીશાંત સહિતના ખેલાડીઓ પર બોલી લાગશે. BCCIના જણાવ્યા પ્રમાણે IPLની આગામી નિલામીમાં કુલ 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડીઓએ નિલામી માટે તેમના નામ આપ્યા છે.



    આગામી આઇ.પી.એલમાં અર્જન તેંડુલકર ક્રિકેટના મેદાનમાં રમતો જોવા મળી શકે છે. મળતી માહિત મુજબ, ઓલરાઉંડર અર્જુન તેંડુલકરે IPL 2021ની નિલામીમાં તેનુ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને તેની બેઝ પ્રાઇઝ (Arjun Tendulkar base price) 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

    અર્જુન આઇ.પી.એલની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સનો નેટ બોલર રહ્યો છે. આ વર્ષે તે મુંબઇ અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તરફથી રમ્યો છે. લેફ્ટ આર્મ ફાસ્ટ અર્જુનનું પ્રદર્શન તેમાં કોઇ ખાસ રહ્યુ ન હતું તેણે 3 ઓવરમાં 34 રન આપીને એક વિકેટ લીધી હતી.





    ક્યારે થશે નિલામી

    ખેલાડીઓની નિલામી ભારત અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટના એક દિવસ પછી બપોરે 3 વાગ્યે શરૂ થશે. જેમાં કિંગ્સ ઇલેવન પંજાબ સૌથી વધુ 53.20 કરોડની ધનરાશિ સાથે નિલામીમાં ઉતરશે. રોયલ ચેલેન્જર બેંગ્લોર (35.90 કરોડ), રાજસ્થાન રોયલ્સ (34.85), ચેન્નાઇ સુપર કિંગ્સ (22.90 કરોડ),મુંબઇ ઇન્ડિયન્સ (15.35 કરોડ), દિલ્લી કેપિટલ્સ (12.9 કરોડ) તથા કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંન્ને (10.75 કરોડ) સાથે ઓક્શનમાં પોતાની ટીમના ખેલાડીઓ ખરીદી કરશે.

    ભારતીય ટીમનો કેપ્ટન કોહલી સતત ચોથા વર્ષ માટે સૌથી વધુ વેલ્યુએબલ સેલિબ્રિટી

     માતાપિતા ચેતજો: સુરતમાં ધાબા પર રમતાં રમતાં ગળે ફાંસો લાગી જતા કિશોરનું મોત

    IPL 2021નું આયોજન ભારતમાં થવાની સંભાવના

    આઇ.પી.એલ 2020નું આયોજન યુ.એ.ઈમાં થયું હતુ, પરંતુ 2021માં આઇ.પી.એલનું આયોજન ભારતમાં થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્લવેલને 20 જાન્યુઆરીએ તેમની ટીમ રાજસ્થાન અને પંજાબે રીલીઝ કરી દીધા હતા. ક્રિસ મોરિસ, હરભજસિંહ અને એરોન ફિંચને પણ તેમની ટીમે રીલીઝ કરી દીધા છે.
    Published by:Kaushal Pancholi
    First published:February 06, 2021, 14:26 pm

    ટૉપ ન્યૂઝ