ભારતીય ક્રિકેટકર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ફરીથી ચર્ચામાં આવ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં (Social Media) તેમનો એક ફોટો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક સિંહના બચ્ચા (cub) સાથે ફોટોમાં દેખાય છે. ચર્ચાઇ રહ્યું છે કે, જાડેજાએ વાઇલ્ડ લાઇડ પ્રોટેક્શન એક્ટ તોડ્યો છે. પરંતુ આ ફોટો 2018નો છે. આ ફોટા બાદ તરત જ વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, જાડેજા સાથે જે સિંહનું બચ્ચુ (African lion) છે તે એશિયાટિક (Asiatic lion) નથી આફ્રિકન છે.
રવિન્દ્ર જાડેજાએ સાસણ ગીરની રોડ ટ્રિપનો ત્રણ સિંહો રાતે રસ્તા પર ટહેલી રહ્યાં હોય તેવો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો બાદ સિંહબાળ સાથેનો જાડેજાનો ફોટો ફરીથી વાયરલ થયો છે. જાડેજાએ તેના અધિકારીક ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે,“Woah! Best experience ever #sasangir #roadtrip.”
આ વાયરલ થઇ રહેલી તસવીર વર્ષ 2018ની છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે હતી. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ સાથે જાડેજાએ આફ્રિકાની સફારીનો આનંદ લીધો હતો. ત્યારે તેમણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સિંહ સાથે મસ્તી કરતા એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જે સેલ્ફીમાં જાડેજા ‘ક્ષત્રિય’ લખેલી ટોપી પહેરેલો દેખાય છે અને ઊંઘી રહેલા સિંહ સાથે પોતે પણ આરામ ફરમાવી રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ સેલ્ફી પોસ્ટ કરતા લખ્યું હતું કે, ‘સિંહ, સિંહ હોય છે, પછી તે સાસણગીર હોય કે જ્હોનિસબર્ગ. પાંજરામાં સિંહને બધા લોકો પથ્થર મારે છે, અસલી મર્દ સામે ઉભો રહે છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર