લૉકડાઉનમાં રવિન્દ્ર જાડેજા ઘરમાં બંધ, પત્ની સાથેની તસવીરો કરી શેર


Updated: March 30, 2020, 9:40 AM IST
લૉકડાઉનમાં રવિન્દ્ર જાડેજા ઘરમાં બંધ, પત્ની સાથેની તસવીરો કરી શેર
રવિન્દ્ર જાડેજા અને પત્ની રિવાબા

ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ લૉકડાઉન ની સ્થિતિમાં તેના પરિવાર સાથે પોતાના ઘર પર સમય વિતાવી રહ્યાં છે

  • Share this:
રાજકોટ : કોરોના વાયરસના કહેરને કારણે સમગ્ર ભારતમાં લૉકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે દરેક લોકોને ઘરની બહાર નહિ નીકળવાની સૂચના આપવામાં આવી છે. લૉકડાઉનનો અમલ કરવા અને ઘરની બહાર નહિ નીકળવા વડાપ્રધાન સહિત અનેક મહાનુભાવો, સંતો, કલાકારો, ક્રિકેટરો સહિતના લોકોને ઘરે રહેવા અપીલ કરી રહ્યા છે અને લૉકડાઉનના સમયે પોતે પણ ઘરમાં રહી પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા થકી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે અને પોતે પણ પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હોવાની તસવીરો શેર કરી રહ્યા છે.

રવિન્દ્ર જાડેજા


ઇન્ડિયન ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ લૉકડાઉન ની સ્થિતિમાં તેના પરિવાર સાથે પોતાના ઘર પર સમય વિતાવી રહ્યાં છે. રવિન્દ્ર જાડેજાએ પત્ની સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

રવિન્દ્ર જાડેજા અને પત્ની રિવાબા


ઉલ્લેખનીય છે કે, જે રીતે કોરોના વાયરસ ચેપી રોગ છે અને અત્યારની પરિસ્થિતિ મુજબ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે લોકોએ પોતાની ફરજ સમજી ઘરની બહાર નીકળવું ન જોઈએ. આ ઉપરાંત સોસાયટી કે મહોલ્લામાં પણ લોકોએ બેસવું ન જ જોઈએ કે એકઠા થવું ન જોઈએ. આ ઘણી વખત યુવાનો ઘરની બહાર ક્રિકેટ કે અન્ય કોઈ રમત રમતા પણ નજરે ચડે છે ત્યારે લોકોએ પોતે જ સમજી મોટી સંખ્યામાં ભેગા ન થવું જોઈએ જેથી કોરોના ફેલાતો અટકાવી શકાય.

આ વીડિયો પણ જુઓ - 
First published: March 30, 2020, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading