ટીમ ઇન્ડિયાના અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની અચાનક અફઘાનિસ્તાન સામે વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. આ સાથે તેમણે ઇતિહાસ રચી દીધો હતો. મહેન્દ્ર સિંહ ધોની 696 દિવસ પછી ટીમની કમાન સંભાળવા માટે મેદાનામાં ઉતર્યા હતા. કેપ્ટન તરીકે તેમની 200મી વન ડે મેચ હતી. સાચું કહીએ તો ધોનીની કિસ્મત છે કે, તેમને કેપ્ટન તરીકે 200મી મેચમાં કેપ્ટનશીપ કરવાની તક મળી હતી. આવો રેકોર્ડ બનાવનાર તેઓ પહેલા ભારતીય કેપ્ટન છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં કેપ્ટની કરવાની સાથે સાથે તેઓ ભારતના સૌથી ઉંમરલાયક કેપ્ટન પણ બની ગયા છે. 37 વર્ષ અને 80 દિવસના ધોની મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો હતો. તેમણે 36 વર્ષ 124 દિવસની ઉમરમાં ટીઇમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારતની કેપ્ટનશીપ કરી રહેલા રોહિત શર્મા અને ઉપ કેપ્ટન શિખર ધવન બંનેને ટીમ મેનેજમેન્ટે મેચ દરમિયાન આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટનશીપની જવાબદારી 696 દિવસો પછી એક વખત ફીથી મહેન્દ્ર સિંહ ધોનીના ખભા પર આવી ગઇ હતી. આમ જે રેકોર્ડ આવવાનો રહી ગયો હતો તે ધોનીના રેકોર્ડબુકમાં આવી ગયો હતો.
ધોની વનડેમાં આ રેકોર્ડ બનાવનાર ભારતના પહેલા અને વિશ્વના ત્રીજા કેપ્ટન બન્યા છે. ધોની પહેલા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 230 મેચ અને ન્યૂઝિલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ 218 મેચમાં કેપ્ટનશીપ કરી હતી. પોતાની કેપ્ટનશીપમાં ભારતને 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાવી ચુક્યા છે. ધોની ઓક્ટોબર 2016માં ટી 20 અને વનડેથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. વિરાટ કોહલી ત્રણે પ્રારુપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર