Home /News /sport /ભારતીય ક્રિકેટરે કાર અકસ્માતમાં દીકરી ગુમાવી, હવે પોતે મોત સામે ઝઝૂમી રહ્યા છે
ભારતીય ક્રિકેટરે કાર અકસ્માતમાં દીકરી ગુમાવી, હવે પોતે મોત સામે ઝઝૂમી રહ્યા છે
ભૂતપૂર્વ ભારતીય લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાણી સાથે વિજય યાદવ. (પીસી- વિજય યાદવ ઇન્સ્ટાગ્રામ)
વિજય યાદવે 1992માં સાઉથ આફ્રિકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તેમને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. તેમણે માર્ચ 1993માં ઝિમ્બાબ્વે સામે એકમાત્ર ટેસ્ટ રમી હતી. ભારતે તે ટેસ્ટ ઇનિંગ્સ અને 13 રને જીતી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં વિજયે 30 રન બનાવ્યા અને મેચ સાથે 2 સ્ટમ્પિંગ પણ કર્યા હતા. જો કે ત્યાર બાદ તેમને ટેસ્ટ રમવાની તક મળી ન હતી. વિજયની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર બે વર્ષ જ ચાલી હતી. તેમણે 1992 થી 1994 વચ્ચે ભારત માટે 19 વન-ડે મેચ રમી હતી. વિજયે 19 વનડેમાં 118 રન બનાવ્યા હતા.
ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર વિજય યાદવ (Former Indian Wicketkeeper Vijay Yadav) હાલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે. તેમની કીડની સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગઈ છે. 55 વર્ષીય વિજયે ભારત માટે 19 વન-ડે અને 1 ટેસ્ટ મેચ રમી છે. અત્યારે તે સંપૂર્ણપણે ડાયાલિસિસ પર નિર્ભર છે અને તેમને સાજા થવા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન (BCCI) તેમની સારવાર માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પૂર્વ ભારતીય ક્રિકેટરને અગાઉ બે વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે.
વિજય યાદવે 1992માં સાઉથ આફ્રિકા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે તેમને પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. તેમણે માર્ચ 1993માં ઝિમ્બાબ્વે સામે એકમાત્ર ટેસ્ટ રમી હતી. ભારતે તે ટેસ્ટ ઇનિંગ્સ અને 13 રને જીતી હતી. આ મેચની પ્રથમ ઇનિંગમાં વિજયે 30 રન બનાવ્યા અને મેચ સાથે 2 સ્ટમ્પિંગ પણ કર્યા હતા. જો કે ત્યાર બાદ તેમને ટેસ્ટ રમવાની તક મળી ન હતી. વિજયની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર બે વર્ષ જ ચાલી હતી. તેમણે 1992 થી 1994 વચ્ચે ભારત માટે 19 વન-ડે મેચ રમી હતી. વિજયે 19 વનડેમાં 118 રન બનાવ્યા હતા.
વિજય યાદવે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ સાથે હરિયાણા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી છે. 1991માં હરિયાણાએ રણજી ટ્રોફી જીતી હતી. ત્યારબાદ તે હરિયાણા ટીમના મહત્વના સભ્ય હતા. તેમનો પ્રથમ વર્ગનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમણે 89 મેચમાં 36.25ની એવરેજથી 3988 રન બનાવ્યા છે. આ દરમિયાન આ વિકેટકીપર બેટ્સમેને 7 સદી અને 23 અડધી સદી ફટકારી હતી.
તેઓ ભારત A ના કોચ પણ હતા.
વિજય 2017માં રાહુલ દ્રવિડની સાથે ઈન્ડિયા A ટીમના કોચિંગ સ્ટાફમાં હતો. ત્યારે વિજય ટીમના ફિલ્ડિંગ કોચ હતા. તે ઈન્ડિયા-એ સાથે અનેક દેશના પ્રવાસે પણ ગયો હતો.
ક્રિકેટ સિવાય વિજય યાદવને અંગત જીવનમાં પણ નસીબનો સાથ મળ્યો નથી. ઘણા વર્ષો પહેલા ફરીદાબાદમાં એક કાર અકસ્માતમાં તે બચી ગયા હતા. પરંતુ તેમની પુત્રીનું મૃત્યુ થયું હતું. પુત્રી ગુમાવવાના દુખમાંથી બહાર આવ્યા બાદ તેઓ ફરીથી ક્રિકેટના મેદાનમાં પાછા ફર્યા હતા. પરંતુ આ વખતે તે ખેલાડીની નહીં પણ કોચની ભૂમિકામાં પાછા ફર્યા હતા. તે લાંબા સમયથી ફરીદાબાદમાં ક્રિકેટ એકેડમી ચલાવી રહ્યો છે અને ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર ઝડપી બોલર મોહિત શર્મા અહીંથી બહાર આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર