Home /News /sport /પિતાના નિધન બાદ એકદમ તૂટી ગયો છે હાર્દિક પંડ્યા, શેર કર્યો ઇમોશનલ Video

પિતાના નિધન બાદ એકદમ તૂટી ગયો છે હાર્દિક પંડ્યા, શેર કર્યો ઇમોશનલ Video

પિતા સાથે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ પિતા સાથે વિતાવેલા સમયનો એક ઇમોશનલ વીડિયો બનાવીને શેર કર્યો છે

થોડા દિવસો પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યાના (Krunal Pandya) પિતા હિંમાશું પંડ્યાએ (Hardik Pandya Father Himanshu Pandya) દુનિયાને અલવિદા કહી દીધી હતી. પિતાના નિધન બાદ પંડ્યા બ્રધર્સ (Pandya brothers) એકદમ તૂટી ગયા હતા. હાર્દિક પંડ્યાએ પિતા સાથે વિતાવેલા સમયનો એક ઇમોશનલ વીડિયો બનાવીને શેર કર્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરીને ભાવનાત્મક થઇ રહ્યા છે.

હાર્દિક અને કૃણાલ પિતાને હ્યદય રોગનો (Heart Attack) હુમલો આવતા તેમનું નિધન થયું હતુ. હિમાંશુ પંડ્યા સ્વભાવે ખૂબજ આનંદી પ્રકૃતિના હતા. પિતાના નિધન સમયે કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. બંને ભાઈઓને ક્રિકેટર બનાવવા માટે પિતા હિંમાંશુ પંડ્યાએ લોહી-પાણી એક કર્યા હતા.




ચેતેશ્વર પૂજારાની દીકરીએ શોધ્યો પાપાની ઈજાઓનો ઇલાજ, કહ્યું- ‘દરેક ઘાવને કિસ કરીશ’

પંડ્યા બ્રધર્સની સાફલ્યા ગાથામાં પિતાનો સિંહ ફાળો છે અને તે વાત સમગ્ર વડોદરા જાણતું હતું ત્યારે હાર્દિક અને કૃણાલના પરિવાર પર વજ્રઘાત પડ્યો છે. હિમાંશુ પંડ્યાનું વડોદરા ખાતેના તેમના નિવાસમાં નિધન થયું હતુ.




ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે હવે પાસ કરવો પડશે નવો ફિટનેસ ટેસ્ટ, BCCIનો મોટો નિર્ણય

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં એક નાનો કાર ફાઇનાન્સનો ધંધો ચલાવતા હતા, જે તે અટકી ગયો અને પછી વડોદરા શિફ્ટ થઈ ગયા. તે સમયે હાર્દિક પાંચ વર્ષનો હતો. ત્યાં તેણે તેમના બાળકોને વધુ સારી ક્રિકેટ સુવિધા આપી અને તે બંનેને કિરણ મોરે એકેડેમીમાં પ્રવેશ અપાવ્યો. આર્થિક રીતે નબળા પંડ્યાનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાલમાં વડોદરામાં ગોરવા વિસ્તારમાં તેમનું નિવાસસ્થાન છે હિમાંશુ ભાઈ મોટા ભાગે ત્યાં રહેવાનું પસંદ કરતા હતા.
First published:

Tags: Krunal pandya, ક્રિકેટ, ભારત, ભારતીય ક્રિકેટ ટીમ, હાર્દિક પંડ્યા