Home /News /sport /સતત 10મી શ્રેણી જીત્યું ભારત, ત્રીજી T-20 માં ટાઈ, અર્શદીપ-સિરાઝની મહેનત ગઈ પાણીમાં!

સતત 10મી શ્રેણી જીત્યું ભારત, ત્રીજી T-20 માં ટાઈ, અર્શદીપ-સિરાઝની મહેનત ગઈ પાણીમાં!

ન્યુઝીલેન્ડ સામે શ્રેણી જીત્યું ભારત

IND VS NEWZEALAND MATCH TIE: ભારત અને ન્યૂઝી લેન્ડ વચ્ચેની ત્રીજી મેચ વરસાદના કારણે ટાઈ થઈ ગઈ છે અને આ સાથે ભારતનો શ્રેણીમાં વિજય થયો હતો.

    નવી દિલ્હી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટી-20 શ્રેણીનો નિર્ણય વરસાદને કારણે બંને ટીમોની અપેક્ષા મુજબ રહ્યો ન હતો. પ્રથમ મેચ ધોવાઈ ગઈ હતી અને બીજી મેચમાં ભારતનો વિજય થયો હતો. ત્રીજી મેચમાં ફરી રસાકસી થઈ શકે એવી સ્થિતિ હતી ત્યારે વરસાદ વિલન બન્યો હતો.

    બીજી મેચમાં સૂર્યાએ જિતાડયા

    પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ ભારતે બીજી T20 65 રને જીતી લીધી હતી. વરસાદના કારણે ત્રીજી મેચ પૂર્ણ થઈ શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 160 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.  ત્યાર બાદ ભારતે પોતાના ઓપનર્સની વિકેટ સસ્તામાં ગુમાવી હતી.  ભારતે 9 ઓવરમાં 4 વિકેટે 75 રન બનાવી લીધા હતા. અને એજ સમયે વરસાદ પડતાં મેચ અટકાવવી પડી હતી. જો કે ડકવર્થ લુઈસ નિયમ મુજબ તો ભારત જીતના લક્ષ્યની બરાબરી પર હતું અને તેથી જ મેચ ટાઈ જાહેર કરવામાં આવી હતી. એટલે કે આ સમયે જો ભારતનો સ્કોર 76 રન હોત તો ભારત વિજેતા જાહેર કરવામાં આવ્યું હોત.

    આજે ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન સાઉધીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

    આ પણ વાંચો: INDvsNZ: સૂર્યા-દિપક ઝળહળ્યા! બીજી ટી-20માં શાનદાર વિજય બદલ હાર્દિક અભિનંદન

    ફિલિપ્સ અને કોનવેની ફિફ્ટી નકામી

    યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેઓની શરૂઆત પણ સારી રહી ન હતી. એલન ફિનને અર્શદીપ સિંહે 3 રને પાછો મોકલ્યો હતો. તો ફરી મોહમ્મદ સિરાજના હાથે માર્ક ચેપમેનને 12 રન પર આઉટ કરીને ટીમને પ્રારંભિક સફળતા અપાવી હતી. ગ્લેન ફિલિપ્સ અને ડેવોન કોનવેની જોડીએ ટીમને સંભાળી અને સ્કોર 146 રન સુધી પહોંચાડ્યો. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારીને મોટા સ્કોરની આશા જગાવી હતી.

    આ પણ વાંચો: હારમાંથી કંઇ જ નથી શીખી ટીમ ઈન્ડિયા, બે ખેલાડીઓને ટીમમાં સ્થાન ન મળતા ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને

    ભારતની નબળી બેટિંગ

    ત્રણ મેચની આ T20 સિરીઝની છેલ્લી મેચમાં ભારતની બેટિંગ થોડી નબળી જોવા મળી હતી. ન્યુઝીલેન્ડ સામે 161 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે માત્ર 75 રનમાં 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા રિષભ પંત 11 રન અને ઈશાન કિશન આઉટ થયા બાદ પરત ફર્યા હતા. આજે ઇન ફોર્મ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ માત્ર 13 રન જ બનાવી શક્યો હતો. 9મી ઓવર પછી વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી અને પછી તે શરૂ થઈ શકી ન હતી.




    અર્શદીપ અને સિરાજનું જોરદાર કમબેકન્યુઝીલેન્ડની ટીમ ઝડપથી મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી ત્યારે અર્શદીપે 59 રન પર રમી રહેલા કોનવેને આઉટ કર્યો હતો. આ પછી સિરાજે જિમી નિશમ અને મિશેલ સેન્ટનરની વિકેટ લીધી હતી. અર્શદીપની આગલી ઓવરમાં ત્રણ વિકેટ પડી હતી. ડેરેલ મિશેલ, ઈશ સોઢી અને પછી એડન મિલ્નેની વાપસી સાથે બાજી એક્દમ બદલાઈ ગઈ હતી.

    Published by:Mayur Solanki
    First published:

    Tags: 3rd T20I, IND vs NZ, India vs new zealand, T20 cricket

    विज्ञापन
    विज्ञापन