2019માં ભારતીય ક્રિકેટ ટીમનો આવો છે કાર્યક્રમ, જાણો

કોહલી એન્ડ કંપની સામે વર્લ્ડ કપના રુપમાં સૌથી મોટો પડકાર છે

કોહલી એન્ડ કંપની સામે વર્લ્ડ કપના રુપમાં સૌથી મોટો પડકાર છે

 • Share this:
  ભારતીય ક્રિકેટ ટીમ માટે 2018નું વર્ષ મિશ્રિત રહ્યું હતું. ટીમનો દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં પરાજય થયો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત શ્રેણી જીતવાની નજીક છે. ભારતીય ટીમ માટે 2019 પણ ઘણા પડકાર લઈને આવી રહ્યું છે. આ વર્ષે ટીમ ઓસ્ટ્રેલિયામાં વન-ડે અને ન્યૂઝીલેન્ડમાં વન-ડે અને ટી-20 મેચ રમશે.

  આ સિવાય કોહલી એન્ડ કંપની સામે વર્લ્ડ કપના રુપમાં સૌથી મોટો પડકાર છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા 13 વન-ડે મેચ રમવાનું છે. સિવાય પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમશે. વર્લ્ડ કપની શરુઆત 30 મે થી થઈ રહી છે. જોકે ભારતની પ્રથમ મેચ 5 જૂનથી રમાશે. આ વખતે વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. એટલે કે ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર બધી ટીમો એકબીજા સામે મેચ રમશે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. એપ્રિલ-મે માં ભારતના ખેલાડીઓ આઈપીએલ પણ રમશે.

  વર્લ્ડ કપમાં ભારત પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે 5 જૂને રમશે. 16 જૂને ભારત પાકિસ્તાન સામે ટકરાશે. ભારત નવા વર્ષની શરુઆત 3 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી કરશે.

  ભારતનો કાર્યક્રમ
  3 થી 18 જાન્યુઆરી - ઓસ્ટ્રેલિયા સામે - 1 ટેસ્ટ, 3 વન-ડે
  23 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી - ન્યૂઝીલેન્ડ સામે - 5 વન-ડે, 3 ટી-20
  24 ફેબ્રુઆરીથી 13 માર્ચ - ઓસ્ટ્રેલિયા સામે - 5 વન-ડે, 2 ટી-20
  30 મે થી આઈસીસી વર્લ્ડ કપ
  Published by:Ashish Goyal
  First published: