Ind Vs Ban : મયંક અગ્રવાલની ધમાલ, 5 ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી

News18 Gujarati
Updated: November 15, 2019, 1:14 PM IST
Ind Vs Ban : મયંક અગ્રવાલની ધમાલ, 5 ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી
મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલે (Mayank Agarwal) દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી (Test Series)માં એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી.

  • Share this:
ઇન્દોર : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ઑપનર મયંક અગ્રવાલે (Mayank Agrawal) પોતાનું સારું પ્રદર્શન જાળવી રાખતા બાંગ્લાદેશ વિરુદ્ધ ઇન્દોર ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી છે. શાનદર પ્રદર્શન કરી રહેલા મયંક અગ્રવાલે અંતિમ પાંચ ઇનિંગમાં ત્રીજી સદી ફટકારી છે.

મયંક અગ્રવાલે (Mayank Agarwal) દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી (Test Series)માં એક સદી અને એક બેવડી સદી ફટકારી હતી. મયંકની કારકિર્દીની આ ત્રીજી સદી છે. આ પહેલા તેણે દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 215 રન અને પુણે ટેસ્ટમાં 108 રનની ઇનિંગ રમી હતી. મયંક અગ્રવાલે ઇન્દોર ટેસ્ટના બીજા દિવસે 183 બોલમાં તેની સદી પૂરી કરી હતી.

પ્રથમ ઇનિંગમાં જ ફટકારી તમામ સદી

મયંક અગ્રવાલ (Mayank Agarwal) વિશે એક રસપ્રદ વાત એ છે પણ છે કે તેણે આઠ ટેસ્ટની કારકિર્દીમાં જે ત્રણ સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે, તે તમામ તેણે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ફટકારી છે. બીજી ઇનિંગમાં મયંક અગ્રવાલના નામે એક પણ અડધી સદી નથી. વર્ષ 2017માં મયંક અગ્રવાલે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફી (Syed Mushtaq Ali Trophy)માં ત્રણ અડધી સદી સાથે 28.66ની સરેરાશથી 258 રન બનાવ્યા હતા. રણજીમાં મયંકનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. રણજીમાં મયંકે 1160 રન બનાવ્યા છે. આ રન મયંકે 105.45ની અસાધારણ સરેરાશથી બનાવ્યા છે. જેમાં બે અડધી સદી અને પાંચ સદી સામેલ છે. એટલું જ નહીં, પોતાના સારા પ્રદર્શનનો દાખલો આપતા મયંકે વિજય હજારે ટ્રૉફીમાં 90.37ની સરેરાશથી 723 રન બનાવ્યા છે. જેમાં ચાર અડધી સદી અને ત્રણ સદી સામેલ છે.

મયંક અગ્રવાલે બાંગ્લાદેશની વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ પહેલા 7 ટેસ્ટ રમી હતી. જેમાં તેણે 55.90ની સરેરાશથી 615 રન કર્યા. તેમાં બે સદી અને ત્રણ અડધીસીદ પણ સામેલ છે. જ્યારે તેના ફર્સ્ટ ક્લાસ કારર્કિદીની વાત કરીએ તો તેણે 57 મેચોમાં 49.52ની સરેરાશથી 4507 રન કર્યા છે. તેમાં સૌથી વધુ સ્કોર 304 રન અણનમ છે. તેણે 10 સદી અને 25 અડધીસદી પણ ફટકારી છે. આ ઉપરાંત, તેણે 79 લિસ્ટ એ મેચોમાં 50.90ની સરેરાશથી 3869 રન કર્યા છે, જેમાં 13 સદી અને 15 અડધી સદી છે.
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...