ઓવલ ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાની હારની 'ગેરંટી', 46 રન બનાવીને પુરી થઇ રમત

News18 Gujarati
Updated: September 10, 2018, 2:33 PM IST
ઓવલ ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયાની હારની 'ગેરંટી', 46 રન બનાવીને પુરી થઇ રમત
ફાઇલ તસવીર

ઇંગ્લેન્ડ સામે પહેલા જ ટેસ્ટ સીરિઝ ગુમાવનાર ટીમ ઇન્ડિયા માટે હવે ઓવલ ટેસ્ટમાં પણ હાર નક્કી દેખાઇ રહી છે.

  • Share this:
ઇંગ્લેન્ડ સામે પહેલા જ ટેસ્ટ સીરિઝ ગુમાવનાર ટીમ ઇન્ડિયા માટે હવે ઓવલ ટેસ્ટમાં પણ હાર નક્કી દેખાઇ રહી છે. રમતના ત્રીજા દિવસ સુધી ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 2 વિકેટ ઉપર 114 રન બનાવ્યા હતા. જેણે ટીમ ઇન્ડિયા ઉપર 154 રનની બઢત મળવી હતી. હવે રમતના જાથા દિવસે જો ઇંગ્લેન્ડની ટીમ 46 રન વધારે બનાવે તો ટીમ ઇન્ડિયા માટે ઓવલ ટેસ્ટ બચાવવી અશક્ય થઇ જશે.

હવે જીવતું અશક્ય

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાને ઓવલમાં જીત મેળવવા માટે ઐતિહાસિક પ્રદર્શન કરવું પડશે. ટીમ ઇન્ડિયાને એશિયાની બહાર રમતા 200થી વધારે રનનો ટાર્ગેટ માત્ર ત્રણ વખત મેળવ્યો હતો. ભારતીય ટીમને 62 વખત 200થી વધારે રનોનું લક્ષ્ય મળ્યું અને 37 વખત ટેસ્ટમાં હાર, 22 ડ્રો અને માત્ર ત્રણ મુકાબલામાં ટીમ ઇન્ડિયાને જીત મળી હતી.

ડરાવનારી વાત એ છે કે, ભારતે એશિયા બહાર છેલ્લી વાર 200થી વધારે રનનો લક્ષ્ય 15 વર્ષ પહેલા હાંસલ કર્યો હતો. વર્ષ 2003-04માં એડિલેડમાં ટીમ ઇન્ડિયાએ આ કારનામું કરી બતાવ્યું હતું. જોકે અત્યારની ટેસ્ટ સીરિઝમાં આવું થવું લગભગ અશક્ય દેખાઇ રહ્યું છે. કારણ કે, વિરાટ કોહલી અને પુજારા ઉપરાંત બેસ્ટમેનો ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. ઓવલમાં સ્પિનર્સ માટે પિચ પર રફ તૈયાર થયું છે જેનો ફાયદો મોઇન અલી અને આદિલ રશીદ ઉઠાવી શકે છે. સાઉથૈપ્ટન ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયા લક્ષ્યનો પીછો કરતા હરી હતી. ઇન્ડિયાએ આ શ્રેણી ગુમાવી હતી.
First published: September 10, 2018, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading