Home /News /sport /

Indian Cricket Team: આગામી 6 મહિના સુધી વ્યસ્ત રહેશે ભારતીય ક્રિકેટ ટીમ, આવો છે કાર્યક્રમ

Indian Cricket Team: આગામી 6 મહિના સુધી વ્યસ્ત રહેશે ભારતીય ક્રિકેટ ટીમ, આવો છે કાર્યક્રમ

ટીમ ઈન્ડિયાનો આગામી છ મહિનાનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ (International Program) અંત્યત વ્યસ્ત (PIC.Indiancricketeam/nstagram)

Indian Cricket Team schedule - ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ અગાઉ આશરે 20 ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમીને પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની સમાપ્તિ બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નું સમગ્ર ધ્યાન ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમવા પર છે. ટીમ ઈન્ડિયાનો આગામી છ મહિનાનો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ (International Program) અંત્યત વ્યસ્ત છે. જેની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામે દ્વિપક્ષીય સીરિઝ સાથે થાય છે. આગામી છ મહિનામાં ભારતીય ટીમ એશિયા કપ 2022 (Asia Cup 2022), ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) અને ઈંગ્લેન્ડ સહિત આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી રમશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ અગાઉ આશરે 20 ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમીને પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે. કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડિયા મહેમાન સાઉથ આફ્રિકા સામે 5 મેચની ટી-20 સિરીઝ રમશે. આ સિરીઝમાં ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ત્રણ વોર્મઅપ મેચ, 3 વન ડે, 3 ટી-20 અને ગત વર્ષે સ્થગિત કરેલી પાંચમી ટેસ્ટ મેચ રમશે. જે ગત વર્ષે સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો - ઉમરાન મલિક બન્યો ઇમર્જિંગ પ્લેયર, જાણો કયા ખેલાડીએ જીત્યો કયો એવોર્ડ

સ્ટાર ખેલાડીઓ વગર આયરલેન્ડ સામે ટકરાશે

આ પછી ભારતીય ટીમ સ્ટાર ખેલાડીઓ વિના આયર્લેન્ડ પ્રવાસમાં ડબલીનમાં બે ટી-20 મેચ રમશે. આ પ્રવાસમાં વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ટીમ ઈન્ડિયાની સાથે જશે. આ સમય દરમિયાન રાહુલ દ્રવિડ ઈંગ્લેન્ડમાં સિનિયર ટીમની સાથે હેડ કોચ તરીકે જારી રહેશે. આયર્લેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે લિમિટેડ ઓવર સીરિઝનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે આ સિરીઝનો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. આ શ્રેણી જુલાઈના અંતમાં શરૂ થાય તેવી શક્યતા છે. જેમાં 3 વન ડે અને 5 ટી-20 રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમનો ટી-20 વર્લ્ડકપ 2022 સુધીનો કાર્યક્રમ

ભારત vs દક્ષિણ આફ્રિકા – જૂન (5 ટી-20)

ભારતનો આયર્લેન્ડ પ્રવાસ - જૂન (2 ટી-20)

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ - જૂન/જુલાઈ (1 ટેસ્ટ, 3 વન-ડે અને 3 ટી-20)

ભારતનો વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ - જુલાઈ/ઓગસ્ટ (3 વન-ડે, 5 ટી-20)

ભારતનો શ્રીલંકા પ્રવાસ - ઓગસ્ટ (2 ટી-20)

એશિયા કપ 2022 - ઓગસ્ટ/સપ્ટેમ્બર

ભારત vs ઓસ્ટ્રેલિયા - સપ્ટેમ્બર (3 ટી -20)

ટી-20 વર્લ્ડ કપ 2022 - ઓક્ટોબર/નવેમ્બર

ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ટીમ ઈન્ડિયા

વિન્ડિઝ પ્રવાસથી પરત આવ્યા બાદ ટીમ ઈન્ડિયા છ ટીમોના એશિયા કપ અગાઉ પડોશી દેશ શ્રીલંકા સામે બે ટી-20 મેચો રમશે. ભારતીય ટીમ એશિયા કપમાં ઓછામાં ઓછી 5 ટી20 મેચ રમશે. એશિયા કપમાંથી પરત ફર્યા બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ 2022 પહેલા ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ રમશે. ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં એરોન ફિન્ચની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયનો સામે ત્રણ ટી-20 રમશે.
First published:

Tags: Cricket Score, Indian Cricket, T20 World Cup 2022

આગામી સમાચાર