ટીમ ઇન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ, શિખર ધવન ઉપર છે ઘણી આશા

(તસવીર - શિખર ધવન ટ્વિટર)

ભારતીય ટીમ 3 વનડે અને 3 ટી-20 મેચ રમવા શ્રીલંકા પહોંચી ચૂકી છે, 13 જુલાઇએ પ્રથમ વન-ડે રમાશે

  • Share this:
    સિદ્ધાર્થ ધોળકિયા, અમદાવાદ : ભારતીય ટીમ 3 વનડે અને 3 ટી-20 મેચ રમવા શ્રીલંકા પહોંચી ચૂકી છે. આ શ્રેણીમાં સૌથી વધુ યુવાઓ ભારતીય ટીમમાં સામેલ થયા છે. સાથે જ ચર્ચાનો વિષય એ પણ છે કે પહેલી વાર ટી-20 અને વનડે માં કેપ્ટનશિપ શિખર ધવન કરશે અને વાઇસ કેપ્ટન ભુવનેશ્વર કુમાર રહેશે. ભારતીય યુવા ટીમમાં શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર સિવાય મોટી જવાબદારી હાર્દિક પંડયા અને મનીષ પાંડે ઉપર પણ હશે. ટીમમાં અનેક ખેલાડીઓ એવા છે કે જેઓ એ હજુ ટીમ ઈંડિયા માટે રમ્યા પણ નથી અથવા તો તેમનો શ્રીલંકા સામે પહેલો અનુભવ હશે અથવા તો ભારતની બહારનો પહેલો પ્રવાસ હશે. આવા સમયે અનુભવી અને કેપ્ટન શિખર ધવન પર ટીમ ઇન્ડિયાને ઘણી આશા છે.

    35 વર્ષીય શિખર ધવને વર્ષ 2010માં 20 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં સૌરભ તિવારી સાથે ભારતીય ટીમમાં સામેલ થઈને ડેબ્યુ કર્યું, એ સમયે ભારતને 50 ઓવરમાં 290 રન કરવાના હતા. શિખર ધવન એ મેચમાં ઓપનિંગ કરવા ઉતર્યો હતા. પણ કમનસીબી એ રહી કે શિખર ધવન બીજા બોલે જ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ શિખર ધવનને વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં 2011માં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જૂન 2011માં પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝ સામે આતંરરાષ્ટ્રીય ટી-20 રમીને ડેબ્યૂ કર્યું હતું.

    શિખરે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વનડેમાં સાબિત કરી દીધું કે તે ગબ્બર કેમ છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડેમાં 76 બોલમાં 51 રન ફટકાર્યા હતા. જેની મદદથી ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને આપેલો 215 રનનો ટાર્ગેટ 4 વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. શિખર ધવન અત્યાર સુધીમાં 34 ટેસ્ટ મેચમાં 40.61ની એવરેજથી 2315 રન ફટાકરી ચૂક્યો છે. જેમાં તેને 7 સદી અને 5 અડધી સદી ફટકારી છે. આ 7 સદીમાંથી શિખરે 3 સદી શ્રીલંકા સામે ફટકારી છે.

    આ પણ વાંચો - હૈતીના રાષ્ટ્રપતિની ઘરમાં ઘૂસીને કરી દીધી હત્યા, અમેરિકી એજન્ટ બનીને આવ્યા હતા હુમલાખોર

    શિખર ધવન 142 વન-ડેમાં 45.28ની એવરેજથી 5977 રન ફટકારી ચૂક્યો છે, જેમાં 17 સદી અને 42 અડધી સદી ફટકારી છે. વન-ડેમાં પણ 17 સદીમાં સૌથી વધુ સદી 4 શ્રીલંકા સામે અને 4 સદી ઓસ્ટ્રેલિયા સામે ફટકારી છે. શિખર ધવન 65 ટી-20માં 27.88ની એવરેજથી 1673 રન કરી ચૂક્યો છે. જેમાં 11 અડધી સદી સામેલ છે.

    ધવનને શ્રીલંકા સામે કેપ્ટનશિપ કરવાની તક મળી છે. તેણે સાબિત કરવું પડશે કે શ્રીલંકા સામે તે ભારતીય ટીમ માટે ઢાલ છે. ટીમ ઇન્ડિયાના પ્રશંસકો આ વખતે પણ આશા રાખી રહ્યા છે કે ભારતીય ટીમ શ્રીલંકાને તેના ઘરમાં વ્હાઈટ વોશ કરી વતન પરત ફરશે.

    શ્રીલંકા પ્રવાસે માટે ભારતીય ટીમ : શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડ્ડિકલ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), ચેતન સાકરીયા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની.
    Published by:Ashish Goyal
    First published: