Home /News /sport /TEAM INDIA IN RAJKOT: રાજકોટમાં ટીમ ઈન્ડિયા! ફાફડા, ચીકી અને અડદિયાનો સ્વાદ માણશે, હાર્દિક પંડ્યાનો રૂમ તો જુઓ
TEAM INDIA IN RAJKOT: રાજકોટમાં ટીમ ઈન્ડિયા! ફાફડા, ચીકી અને અડદિયાનો સ્વાદ માણશે, હાર્દિક પંડ્યાનો રૂમ તો જુઓ
રાજકોટમાં ટીમ ઈન્ડિયા
INDIAN CRICKET TEAM IN RAJKOT: રાજકોટની સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કાઠીયાવાડી ગરબાથી ટીમોનું સ્વાગત થશે. બન્ને ટીમના ખેલાડીઓ ફાફડા, ચીકી, અડદીયાનો સ્વાદ માણશે.
રાજકોટમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલો રમાવા જઈ રહ્યો છે.જેથી રાજકોટ ક્રિકેટમગ્ન બની જશે. ભારતની ટીમ અને શ્રીલંકાની ટીમ રાજકોટમાં આવી પહોંચી છે. ગરબાના તાલે ફૂલહર સાથે ટીમનું સ્વાગત કરવામાં આવ્યું છે. .અને શનિવારે આ બંને ટીમ મેદાનમાં ઉતરશે. ત્યારે આ મુકાબલાને જોવા માટે રાજકોટ થનગની રહ્યું છે.
રાજકોટ સહિત ગુજરાતના લોકો આ મેચના સાક્ષી બનશે.. શનિવારે ભારત-શ્રીલંકા વચ્ચે ‘મૈદાન-એ-જંગ’ જોવા મળશે. કાલેબધા જ ક્રિકેટર સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા રાજકોટમાં આવશે.અને શનિવારે ટી-20 મુકાબલો થશે.આવતીકાલથી ત્રણ દિવસસુધી રાજકોટ-સૌરાષ્ટ્ર ક્રિકેટમગ્ન બની જશે.
સયાજી હોટેલ રાજકોટ
ફાફડા, ચીકી, અડદીયાનો સ્વાદ માણશે.
રાજકોટની સયાજી હોટલમાં ભારતની ટીમ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કાઠીયાવાડી ગરબાથી ટીમોનું સ્વાગત થશે. બન્ને ટીમના ખેલાડીઓ ફાફડા, ચીકી, અડદીયાનો સ્વાદ માણશે. આ ઉપરંત ભારતીય ક્રિકેટરોને કાજુ ગાઠીયાનું શાક પણ પીરસવામાં આવશે.
7 જાન્યુઆરીએ ટી 20 ક્રિકેટ મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રૂમની અંદર ક્રિકેટરો માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાર્દિક પડ્યા માટે પ્રેસિડેન્સિય રૂમ રાખવામાં આવ્યો છે.
સયાજી હોટેલ રાજકોટ
ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા
ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની અંદર 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ, જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેપટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803માં રોકાશે જે રૂમ રોયલ રજવાડી થીમ પર સજવામાં આવેલ છે. જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મુકવામાં આવી છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની વિશિષ્ટતાની વાત કરીએ તો, તેમાં 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ ( મતલબ કે દોઢ મિનિટમાં હાઈ ક્વોલિટી મુવી ડાઉનલોડ કરી શકાય ), જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આજે શું છે ભોજનની વ્યવસ્થા?
આજે છઠ્ઠી તારીખના રોજ ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે.
રાજકોટ સયાજી હોટેલ: ફોટો: ટ્રીપ અડવાઇઝર
આગામી સાતમી તારીખના રોજ રાજકોટ શહેરના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયા અને ટીમ શ્રીલંકા વચ્ચે ટી-ટ્વેન્ટી મેચ રમાવવા જઈ રહી છે, ત્યારે રાજકોટ ખાતે રમાનાર મેચને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હોટલ સયાજીના ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે સ્ટે કરવાની છે, ત્યાં તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે
કોરોનાનું પણ ધ્યાન અખવામાં આવ્યું
રાજકોટમાં હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. ચાઈના અને જાપાનમાં ઘાતક રીતે આગળ વધતા કોરોનાને ધ્યાનમાં રાખી સલામતી ના ભાગ રૂપે હોટેલના તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
આ એક મોટી મેમોરેબલ ઈવેન્ટ બનવા જઈ રહી છે.કારણ કે અહિંયા ટી-20 મેચ તો થયા છે પણ આ વખતે આ મેચમાં ટ્રોફી આપવામાં આવશે.. આ માસ્ટર કપ છે. એટલે સારામાં સારો મેચ જાય તે માટે તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.આ સાથે જ આ મેચ ઈન્ડિયા જીતે એવી અમારી વિશ છે.આપણી રાજકોટની ટી-20ની આઈડલ વિકેટ હોય છે જેથી આશા રાખી કે વધુ રન થાય અને આપણે મેચ જીતીએ.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા સહિત ફાસ્ટ બોલર હર્ષલ પટેલ, ઓપનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, સ્પીનબોલર યુઝવેન્દ્ર ચહલ જ એવા ખેલાડીઓ છે જેઓ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ટી-20 મુકાબલો રમી ચૂક્યા છે. જ્યારે બાકીના ખેલાડીઓ રાજકોટમાં પહેલીવાર ટી-20 મેચ રમતાં જોવા મળશે.
" isDesktop="true" id="1314801" >
કેમ લકી છે ખંઢેરીનું ગ્રાઉન્ડ ?
તમને જણાવી દયે કે પહેલીવાર આ સિરિઝની છેલ્લી મેચ રાજકોટમાં યોજાવા જઈ રહી છે.જેથી આ મેચ જોવા માટે રાજકોટ-સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો આતૂર છે. આ ગ્રાઉન્ડ ટીમ ઈન્ડિયા માટે લક્કી છે. જેનું કારણ છે કે આ ટીમે ચાર આંતરરાષ્ટ્રીયટી-20 મેચ રમી છે જેમાથી 3માં તેનો વિજય થયો છે.