વર્લ્ડ કપ માટે આ દિવસે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!

News18 Gujarati
Updated: April 8, 2019, 3:36 PM IST
વર્લ્ડ કપ માટે આ દિવસે થશે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!
વર્લ્ડ કપ માટે બધા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે

વર્લ્ડ કપ માટે બધા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે

  • Share this:
ભારતીય ક્રિકેટપ્રેમીઓ હાલ આઈપીએલના રંગમાં રંગાયેલા છે. આઈપીએલ પૂરી થતાની સાથે જ ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. આ માટે દુનિયાના દસ ક્રિકેટ બોર્ડ જૂન-જુલાઈમાં યોજાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાની યોજના બનાવી રહ્યા છે. જો બીસીસીઆઈની વાત કરવામાં આવે તો ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત 15 એપ્રિલના રોજ મુંબઈમાં કરશે.

વર્લ્ડ કપ માટે બધા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે. ભારતીય પસંદગીકારો હાલ ચાલી રહેલી આઈપીએલમાં રમી રહેલા કેટલાક ખેલાડીઓના પ્રદર્શન ઉપર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો - આ HOT હસીનાઓ વગર અધૂરી છે IPL, દર્શક પણ રાહ જુએ છે કાગ ડોળે

ભારતના સંભવિત ખેલાડીઓ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), એમએસ ધોની, શિખર ધવન, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, લોકેશ રાહુલ/વિજય શંકર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અંબાતી રાયડુ/રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, ખલીલ અહમદ.
First published: April 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading