મિયામીમાં ટીમ ઇન્ડિયાના થયા બે ભાગ, કોહલી એકલો પડ્યો !

News18 Gujarati
Updated: August 1, 2019, 5:31 PM IST
મિયામીમાં ટીમ ઇન્ડિયાના થયા બે ભાગ, કોહલી એકલો પડ્યો !
ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન રોહિત શર્મા મિયામીના રસ્તા અને બીચ પર મસ્તી કરી રહ્યાં છે. વિકેટકીપર ઋષભ પંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીર અપલોડ કરી.

ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન રોહિત શર્મા મિયામીના રસ્તા અને બીચ પર મસ્તી કરી રહ્યાં છે. વિકેટકીપર ઋષભ પંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીર અપલોડ કરી.

  • Share this:
ટીમ ઇન્ડિયાના ખેલાડી અમેરિકાના સુંદર શહેર મિયામી પહોંચી ગયા છે. ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચ 3 ઓગસ્ટને રમાશે પરંતુ આ પહેલા ટીમ બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. જો કે આ કોઇ ઝઘડો નથી, પરંતુ ભારતીય ટીમ બે ભાગમાં વહેંચાઇને એન્જોય કરી રહી છે. જેમાં એક તરફ રોહિત શર્માની સાથે ઋષભ પંત, શિખર ધવન, શ્રયસ અય્યર, ભુવનેશ્વર કુમાર ફરી રહ્યાં છે. તો કેપ્ટન વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે સમય વિતાવી રહ્યાં છે.

ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન રોહિત શર્મા મિયામીના રસ્તા અને બીચ પર મસ્તી કરી રહ્યાં છે. વિકેટકીપર ઋષભ પંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીર અપલોડ કરી છે. તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પણ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં બંને મિત્રો અને ફેન્સની સાથે દેખાઇ રહ્યાં છે.

અહીં ક્લિક કરી વાંચોઃ દુનિયાની પ્રસિદ્ધ સ્પોર્ટ્સ ટ્રોફી, જેમનો ઇતિહાસ 100 વર્ષ જૂનો

વિરાટ કોહલી અને અનુષ્કા


ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટને સપોર્ટ કરવા વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે ગઇ છે. આવું પ્રથમવાર નથી કે વિરાટ અને અનુષ્કા શર્મા કોઇ પ્રવાસે સાથે હોય, આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયામાં રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે વિવાદ હોવાની વાત સામે આવી હતી, પરંતુ વિરાટ કોહલીએ બધાનો જવાબ આપી દીધો છે.

રોહિત શર્મા ટીમના અન્ય ખેલાડીઓ સાથે
First published: August 1, 2019, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading