આ તારીખે થશે ટીમ ઇન્ડિયાના કોચના ઇન્ટરવ્યૂ, કોહલીની સલાહ નહીં લેવાય

News18 Gujarati
Updated: August 11, 2019, 3:41 PM IST
આ તારીખે થશે ટીમ ઇન્ડિયાના કોચના ઇન્ટરવ્યૂ, કોહલીની સલાહ નહીં લેવાય
રવિ શાસ્ત્રી, ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી અને ન્યૂઝીલેન્ડના માઇક હેસન કોચની દોડમાં આગળ

રવિ શાસ્ત્રી, ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી અને ન્યૂઝીલેન્ડના માઇક હેસન કોચની દોડમાં આગળ

  • Share this:
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (bcci)નિર્ણય કર્યો છે કે ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ 16 ઓગસ્ટે મુંબઈમાં થશે. બોર્ડે ઇન્ટરવ્યૂની તારીખની જાણકારી આપવા માટે ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ(Cricket Advisory Committee)ને ઇમેલ મોકલી દીધો છે.

ક્રિકેટ નેક્સ્ટ સાથે વાતચીત કરતા સલાહકાર સમિતિના એક સભ્યએ કહ્યું હતું કે ઇન્ટરવ્યૂની તારીખની જાણકારી ઇમેલ દ્વારા મળી છે અને તે 16 ઓગસ્ટે મુંબઈમાં કોચ પદ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. તેમણે જણાવ્યું હતું કે પહેલા બોર્ડને લાગ્યું હતું કે ઇન્ટરવ્યૂમાં બે દિવસથી વધારે સમય લાગી શકે છે. જોકે ઉમેદવારોના નામ શોર્ટ લિસ્ટ કર્યા પછી જાણકારી આપવામાં આવી હતી કે આ ફક્ત એક જ દિવસનું કામ છે. કોચ પદ માટે 6 ઉમેદવારોના નામ અલગ તારવવામાં આવ્યા છે. પહેલા આ ઇન્ટરવ્યૂ 13થી 14 ઓગસ્ટે થનાર હતા પણ હવે તારીખ બદલવામાં આવી છે.

આ વખતે કોચની પસંદગીમાં કેપ્ટનની સલાહ લેવામાં આવશે નહીં. આ વિશે કહેવામાં આવ્યું છે કે મહિલા ક્રિકેટ ટીમના કોચની પસંદગી કરતા સમયે કેપ્ટનની સલાહ લેવામાં આવી ન હતી. આવા સમયે પુરુષ ટીમ ઉપર પણ આ વાત લાગુ થાય છે. કોચ પસંદ કરવા માટે બનાવવામાં આવેલી સીએસીમાં કપિલ દેવ, અશુંમાન ગાયકવાડ અને પૂર્વ મહિલા કેપ્ટન શાંતા રંગાસ્વામી સભ્ય છે.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયા સામે રમશે આ મહાકાય ક્રિકેટર, 140 કીગ્રા છે વજન

રવિ શાસ્ત્રી વર્તમાનકોચ હોવાથી સીધી એન્ટ્રી મળી છે


રવિ શાસ્ત્રી, ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી અને ન્યૂઝીલેન્ડના માઇક હેસન કોચની દોડમાં આગળ છે. ટોમ મૂડી આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને હેસને કિંગ્સ ઇલેવન પંજાબના કોચ પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે રવિ શાસ્ત્રી વર્તમાન કોચ હોવાથી સીધી એન્ટ્રી મળી છે. એવા રિપોર્ટ છે કે શાસ્ત્રીને ફરીથી કોચ પદ મળી શકે છે. કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેનો પક્ષ લીધો છે.
First published: August 11, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading