ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ નાણા મંત્રી અને ભાજપના મોટા નેતા અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 66 વર્ષીય જેટલીનું એઇમ્સમાં શનિવારે બપોરે નિધન થયું હતું. ક્રિકેટ જગતની અનેક હસ્તીઓએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ ક્રિકેટર તેમજ બીજેપી સાંસદ ગૌતમ ગંભીર, આકાશ ચોપડા, વીરેન્દ્ર સહેવાગ સહિતના ક્રિકેટરોએ અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે જેટલી જ્યારે ડીડીસીએના અધ્યક્ષ હતા ત્યારે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાંથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા હતા. ગંભીર ઉપરાંત વીરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, શિખર ધવન અને ઇશાંત શર્મા એવા ખેલાડીઓ છે જેમનું જેટલીના કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદેશન ખૂબ સારું રહ્યું હતું.
પિતાના નિધન પર તેઓ ઘરે આવ્યા હતા : કોહલી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેમના પિતાના નિધન જેટલી ઘરે આવ્યા હતા તે પ્રસંગને યાદ કરતા ટ્વિટર પર લખ્યું કે, "અરુણ જેટલીના નિધનના સમાચાર સાંભળીને હેરાન અને દુઃખી છું. તેઓ ખૂબ સારા વ્યક્તિ હતા અને હંમેશા બીજા લોકોની મદદ કરતા હતા. 2006માં જ્યારે મારા પિતાનું નિધન થયું હતું ત્યારે તેઓ કિંમતી સમયમાંથી થોડો સમય કાઢીને મારા ઘરે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે."
Shocked & saddened to hear about the passing away of Shri Arun Jaitley ji. He was genuinely a good person, always willing to help others. He took out his precious time back in 2006 when my father passed away to come to my home & pay his condolences. May his soul rest in peace.
અરુણ જેટલી રાજનીતિની સાથે સાથે રમતની દુનિયા સાથે પણ જોડાયેલા હતા. અરુણ જેટલી વર્ષ 1999થી 2013 સુધી દિલ્હી ડિસ્ટ્રિક્ટ એસોસિએશન (DDCA)ના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ અધ્યક્ષ હતા તે ગાળા દરમિયાન જ ગૌતમ ગંભીર અને વિરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓએ ટીમમાં ડૂબ્યૂ કર્યું હતું.
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે પિતા સમાન ગણાવ્યા
ગૌતમ ગંભીરે ટ્વિટર પર લખ્યું, "પિતા તમને બોલતા શીખવે છે, પરંતુ તમારી જીવનમાં જે વ્યક્તિ પિતા સમાન હોય તે તમને વાત કરતા શીખવે છે. પિતા તમને ચાલતા શીખવે છે, પરંતુ પિતા સમાન વ્યક્તિ તમને કૂચ કરતા શીખવે છે. પિતા તમને નામ આપે છે, પિતા સમાન વ્યક્તિ તમને તમારી ઓળખ આપે છે. મારા પિતા સમાન અરુણ જેટલી સાથે આજે મારો એક હિસ્સો પણ ચાલ્યો ગયો છે. RIP સર."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર