વિરાટ કોહલી આ મામલે છે નંબર -1, આ વિદેશી આપી રહ્યા છે ભારે પડકાર

વિરાટ કહોલીની ફાઇલ તસવીર

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની ગુરુવારે રજૂ કરેલી ટેસ્ટ બેસ્ટમેનોની રેન્કિંગમાં પહેલા સ્થાન ઉપર કાયમ છે.

 • Share this:
  ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ની ગુરુવારે રજૂ કરેલી ટેસ્ટ બેસ્ટમેનોની રેન્કિંગમાં પહેલા સ્થાન ઉપર કાયમ છે. કોહલીએ તાજેતરમાં જ પર્થમાં ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં કરિયરની 25મી સદી ફટકારી હતી.

  જ્યારે ભારતીય ટેસ્ટ ટીમના ઉપ કેપ્ટન અંજિક્ય રહાણે ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. હવે તે 15માં સ્થાને પહોંચ્યા છે. વિકેટકિપર બેટ્સમેન ઋષિભ પંતે 11 સ્થાનનો કૂદકો લગાવીને કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ 48 મેળવ્યું છે. જોકે, 900 પોઇન્ટ મેળવનાર ન્યૂઝિલેન્ડના પહેલા બેસ્ટમેન બનનાર વિલિયમ્સન બીજા સ્થાન ઉપર રહ્યા છે. તેમના અને વિરાટ કોહલી વચ્ચે 19 પોઇન્ટનું અંતર છે. જેઓ વિરાટ કોહલીને ભારે પડકાર આપી રહ્યા છે.

  ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત બેટ્સમેન સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાન ઉપર છે. ભારતના ભરોસેમંદ બેટ્સમેન અને એડિલેન્ડમાં રમાયેલા પહેલા ટેસ્ટમેચમાં શતકીય ઇનિંગ રમનાર ચેતેશ્વર પુજારાને પોતાનું ચોથું સ્થાન કાયમ રાખ્યું છે. બીજી ટેસ્ટમાં ભારત સામે 72 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાઝા એક સ્ટેપ આગળ વધીને 12માં સ્થાન ઉપર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાઇ ટેસ્ટ કેપ્ટન ટીમ પેન 55 સ્થાન આગળ વધીને 46માં સ્થાન ઉપર પહોંચ્યા છે.

  આ પણ વાંચોઃ-બેડમિંટન: પીવી સિંધુએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ટૂર ફાઈનલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની

  બોલર્સમાં દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા પહેલા સ્થાન ઉપર છે જ્યારે ભારતીય બોલર જસપ્રીત બુમરાહ પાંચ સ્ટેપની છલાંગ સાથે 28માં નબર ઉપર આવ્યા છે. પર્થ ટેસ્ટમાં કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મોહમ્મદ શમી બે સ્ટેપ આગળ વધીને 21માં સ્થાને આવ્યા છે. જ્યારે ઇશાંત શર્મા ઇંગ્લેન્ડના સ્પિનર મોઇન અલીને પછાડીને 26મા સ્થાને પહોંચ્યા છે.
  Published by:ankit patel
  First published: