શ્રીલંકા સામે ટી-20માં રોહિત, શમીને આરામ, 17 જાન્યુઆરીએ રાજકોટમાં વન-ડે

શ્રીલંકા સામે ટી-20માં રોહિત, શમીને આરામ, 17 જાન્યુઆરીએ રાજકોટમાં વન-ડે
ભારતીય પુરુષોને ક્રિકેટનું ખાસ ઘેલું હોય છે. તે ધણીવાર ઘરે પોતાના મિત્રોને બોલાવી મેચ જોવાનું પ્લાનિંગ પણ કરતા હોય છે. તે સમયે તમારી રોક ટોક ઝઘડા સુધી વાત પહોંચાડી શકે છે. શ્રેષ્ઠ તે જ રહેશે કે તમે મેચ પતી જવાની રાહ જુઓ.

શ્રીલંકા સામે ટી-20 અને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી, શિખર ધવન, બુમરાહની વાપસી

 • Share this:
  નવી દિલ્હી : શ્રીલંકા સામે ટી-20 અને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા (Rohit Sharma) અને મોહમ્મદ શમીને (Mohammed Shami) શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. બંને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં રમશે. જ્યારે ઇજામાંથી પાછા ફરેલા શિખર ધવન (Shikhar Dhawan) અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની વન-ડે અને ટી-20 ટીમમાં વાપસી થઈ છે.

  બુમરાહની વાપસીથી ભારતીય ટીમ મજબૂત બનશે


  બુમરાહ છેલ્લા ચાર મહિનાથી મેદાનમાંથી બહાર હતો, તેની કમરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર હતું. બુમરાહે વિશાખાપટ્ટનમમાં નેટ્સમાં બોલિંગ કરી હતી. આ પછી તેને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. બુમરાહ ટીમમાં આવવાથી ટીમ ઇન્ડિયાની બોલિંગ મજબૂત બનશે. બુમરાહ શ્રીલંકા સામે ટી-20 શ્રેણી પહેલા કેરળ સામે રણજી મેચ રમશે. બુમરાહ ગુજરાત ટીમનો સભ્ય છે.

  ઉલ્લેખનીય છે કે 2020ની શરુઆત ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 શ્રેણીથી કરશે. શ્રેણીની પ્રથમ મેચ 5 જાન્યુઆરીએ ગુવાહાટીમાં રમાશે. બીજી ટી-20 મેચ 7 જાન્યુઆરીએ ઇન્દોરમાં અને ત્રીજી ટી-20 મેચ 10 જાન્યુઆરીએ પૂણેમાં રમાશે.

  આ પણ વાંચો - આ પાકિસ્તાની બોલરે મેચ પછી ભારતીય પ્રશંસકને ગિફ્ટ આપી, બંને ભેટી પડ્યા

  શ્રીલંકા પછી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી મેચ 19 જાન્યુઆરીએ બેંગલોરમાં રમાશે. આ શ્રેણી પછી ટીમ ઇન્ડિયા પાંચ ટી-20 મેચ, 3 વન-ડે અને 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે.  શ્રીલંકા સામે ટી-20 માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન),શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મનીષ પાંડે, સંજુ સેમસન, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ.

  ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન)),શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મનીષ પાંડે, , યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ.
  Published by:Ashish Goyal
  First published:December 23, 2019, 17:04 pm

  ટૉપ ન્યૂઝ