વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટી-20 મેચ અને ત્રણ વન-ડે રમશે

 • Share this:
  કોલકાતા : વેસ્ટ ઇન્ડીઝ સામે વન-ડે અને ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ખરાબ પ્રદર્શન છતા શિખર ધવન અને ઋષભ પંત ઉપર પસંદગીકારોએ ભરોસો વ્યક્ત કર્યો છે. બંને ટીમમાં સ્થાન જાળવી રાખવા સફળ રહ્યા છે.

  બીજી તરફ વન-ડે ટીમમાં કેદાર જાધવ પોતાનું સ્થાન જાળવી રાખવા સફળ રહ્યો છે. મુંબઈના યુવા ઓલરાઉન્ડર શિવમ દુબેને ટી-20 પછી હવે વન-ડેમાં પણ તક આપવામાં આવી છે. તેણે ઘરેલું ક્રિકેટ પછી હાલમાં જ બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને પ્રભાવિત કર્યા હતા. યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ વન-ડે ટીમમાં પાછા ફર્યા છે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઇજા પછી વાપસી કરી રહ્યો છે. દીપક ચાહરને શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. મોહમ્મદ શમીને પણ સ્થાન મળ્યું છે.

  ગુરુવારે પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ સાથે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ, ગગન ખોડા, શરણદીપ સિંહ પણ સામેલ થયા હતા.

  ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ ટી-20 મેચ રમશે. જે મુંબઈ (6 ડિસેમ્બર), તિરુવનંતપુરમ (8 ડિસેમ્બર) અને હૈદરાબાદ (11 ડિસેમ્બર) માં રમાશે. ત્રણ વન-ડે ચેન્નાઈ(15 ડિસેમ્બર), વિશાખાપટ્ટનમ (18 ડિસેમ્બર) અને કટક (22 ડિસેમ્બર)માં રમાશે.

  ભારતની ટી-20 ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, મનીષ પાંડે, શ્રૈયસ ઐયર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

  ભારતની વન-ડે ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, ઋષભ પંત, મનીષ પાંડે, શ્રૈયસ ઐયર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કેદાર જાધવ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
  First published:November 21, 2019, 20:24 pm