MS ધોનીએ શરૂ કરી ઓર્ગેનિક ખેતી, વાવણી કરતા જોવા મળ્યા - જુઓ Video

News18 Gujarati
Updated: June 28, 2020, 8:01 PM IST
MS ધોનીએ શરૂ કરી ઓર્ગેનિક ખેતી, વાવણી કરતા જોવા મળ્યા - જુઓ Video
ટ્રેક્ટર ચલાવતા એમએસ ધોની

આ દરમિયાન તેણે લગભગ 8 લાખનું ટ્રેક્ટર પણ ખરીદ્યું. આ સમયમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, ધોની ઓર્ગેનિક ખેતી શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે

  • Share this:
નવી દિલ્હી : ભારતને બે વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કપ્તાન એમએસ ધોની ક્રિકેટથી દૂર ખેતીમાં વ્યસ્ત છે. આ મહિને તેમણે આઠ લાખનું ટ્રેક્ટર ખરીદ્યુ હતું અને હવે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં થયેલા વર્લ્ડ કપ બાદથી જ ક્રિકેટથી દૂર છે અને આ વર્ષે તેમના કરિયરનું અંતિમ વર્ષ માનવામાં આવી રહ્યું છે. આ બાજુ ફેન્સ મેદાન પર ધોનીની વાપસીની રાહ જોઈ રહ્યા છે, તો ધોનીનું ધ્યાન પોતાની ઉપજ વધારવા પર છે.

આ વર્ષે આઈપીએલ દ્વારા મેદાનમાં તેમની વાપસી પણ થવાની હતી. ધોનીએ ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી. પૂર્વ કપ્તાન ધોની લોકડાઉનમાં પોતાના ફાર્મ હાઉસ પર પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન તેણે લગભગ 8 લાખનું ટ્રેક્ટર પણ ખરીદ્યું. આ સમયમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, ધોની ઓર્ગેનિક ખેતી શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે, અને હવે તે ખેતરમાં પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ધોનીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે હાથમાં બીજ લઈને ઉભેલા દેખાય છે. તો સાથે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળી રહ્યા છે.

સાત એકડમાં ફેલાયેલું છે ધોનીનું ફાર્મ હાઉસ

થોડા દિવસ પહેલા જ ધોનીએ મહિન્દ્રા સ્વરાજ 963 એપઈ ટ્રેક્ટર ખરીદ્યું હતું. રાંચીમાં ધોનીનું ફાર્મહાઉસ સાત એકડમાં ફેલાયેલું છે, જેમાં તેમણે શાનદાર ઘર બનાવ્યું છે, અહીં જ તેમણે શાનદાર બાઈક, કાર માટે મોટું પાર્કિંગ પણ ઉભુ કર્યું છે. આ સિવાય તેમની પાસે ઘણી જમીન ખાલી છે, જ્યાં તે ખેતી કરી શકે છે. આજ કારણે ધોનીએ એક નવું ટ્રેક્ટર ખરીદ્યું છે.

પહેલા પણ ચલાવી ચુક્યા છે ટ્રેક્ટર

ધોની માટે ટ્રેક્ટર ચાલવવું કોઈ નવી વાત નથી. તે પહેલા પણ ટ્રેક્ટર ચાલવતો જોવા મળ્યા છે. ચેન્નાઈમાં વર્ષ 2018માં તેમને ટ્રેક્ટર પર જોવામાં આવ્યા હતા. આટલું જ નહીં ધોની ટીમ ઈન્ડીયાની બસ પણ ચલાવી ચુક્યા છે. વીવીએસ લક્ષ્મણે પોતાની આત્મકથામાં આ ખુલાસો કર્યો છે કે, ટેસ્ટ કપ્તાન પોતાની પહેલી મેચમાં ધોનીએ નાગપુરમાં ટીમની બસ ચલાવી હતી. તે મેચ બાદ ટીમને સ્ટેડીયમથી હોટલ સુધી લઈ ગયા હતા.
First published: June 28, 2020, 7:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading