સૌરવ ગાંગુલીએ કેમ કહેવું પડ્યું ખતરામાં છે ભારતીય ક્રિકેટ ટીમ

સૌરવ ગાંગુલીએ કેમ કહેવું પડ્યું ખતરામાં છે ભારતીય ક્રિકેટ ટીમ

ચિઠ્ઠીમાં ગાંગુલીએ સીઓએના કામ કરવાની રીત અને રાહુલ જૌહરી પર લાગેલ #MeTooના આરોપ સાથે જોડાયેલ મામલો પણ ઉઠાવ્યો

 • Share this:
  ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ મોટુ નિવેદન કર્યું છે.ગાંગુલીના મતે ભારતીય ક્રિકેટ ટીમ ખતરામાં છે અને તેનું કારણ દિશાહીન ક્રિકેટ પ્રશાસન છે. સૌરવ ગાંગુલીએ સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત પ્રશાસકોની સમિતિ (સીઓએ) પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે તેનાથી ટીમ ઇન્ડિયાને ખતરો છે.

  ગાંગુલીએ 30 ઓક્ટોબર રાત્રે 12 કલાકે આ ચિટ્ઠી અમિતાભ ચૌધરી અને સીકે ખન્નાને લખી છે. જેમાં ગાંગુલીએ લખ્યું છે કે હું આ ઇ-મેલ તમને એ માટે લખી રહ્યો છું કે કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ ખતરામાં છે. હું ઘણા સમય સુધી ક્રિકેટ રમ્યો છું. અમારી જિંદગી હાર અને જીતમાંથી પસાર થઈ છે અને ભારતીય ક્રિકેટ ટીમની છાપ આપણા માટે ઘણી જરુરી છે. પણ જે રીતે આપણું ક્રિકેટ આગળ વધી રહ્યું છે તેનાથી મને ડર લાગી રહ્યો છે. ચિંતાથી ઘેરાઈને એ કહેવા માંગુ છું કે છેલ્લા એક વર્ષમાં જે બાબતો બની છે તેનાથી ભારતીય ક્રિકેટથી લઈને વર્લ્ડ ક્રિકેટ સુધી જે કરોડો પ્રશંસકોના પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે તે ઓછો થઈ રહ્યો છે.

  આ પણ વાંચો - શું ભારતીય ટીમના ખેલાડીઓ PUBG ગેમ રમી રહ્યા છે?

  આ ચિઠ્ઠીમાં ગાંગુલીએ સીઓએના કામ કરવાની રીત અને રાહુલ જૌહરી પર લાગેલ #MeTooના આરોપ સાથે જોડાયેલ મામલો પણ ઉઠાવ્યો હતો. ગાંગુલીએ કહ્યું હતું કે મને ખબર નથી કે આ આરોપોમાં કેટલી સચ્ચાઈ છે પણ ઉત્પીડનના રિપોર્ટથી બીસીસીઆઈની છાપ ઘણી ખરાબ થઈ છે. તે રીતે તેને હેન્ડલ કરવામાં આવ્યો તેનાથી વધારે ખરાબ થઈ છે.
  Published by:Ashish Goyal
  First published: