એશિયા કપ 15 સપ્ટેમ્બરમાં યુએઇમાં શરૂ થવા જઇ રહ્યો છે. આ ટૂર્નામન્ટમાં પહેલી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ 18 સપ્ટેમ્બરના દિવસે હોંગકોંગ સામે રમશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાના નિયમિત કપ્ટન વિરાટ કોહલી રમી રહ્યા નથી. કોહલીની જગ્યાએ રોહિત શર્મા ટીમના કેપ્ટન રહેશે. વિરાટ કોહલી છેલ્લા કેટલાય સમયથી સતત ક્રિકેટ રમે છે ત્યારે આરામને જોતા તેઓ આ ટૂર્નામેન્ટ નહીં રમે. આવા મોટા ટૂર્નામેન્ટમાં ન રમતા તકોહલીને ત્રણ મોટા નુકસાન થશે.
તોડી નહીં શકે શદીઓનો રેકોર્ડઃ-
એશિયા કપમાં સૌથી વધારે શદીઓનો રેકોર્ડ શ્રીલંકાના સનથ જયસૂર્યાના નામે છે. જયસૂર્યાના નામે કુલ 6 શદી છે. કોહલી આ મામલામાં કોહલી ત્રણ કોહલી સાથે ત્રીજા નંબરે છે. કોહલી આજકાલ શાનદાર ફોર્મમાં છે. અને 2018માં 9 મેચોમાં ત્રણ શદી અને ત્રણ અડધી શદી લગાવી ચુક્યા છે. આવી સ્થિતિમાં તેઓ એશિયા કપમાં રમે તો તેઓ જયસૂર્યાનો શદીનો રેકોર્ડ તોડી શકે છે.
રનોનો રેકોર્ડ નહીં તોડી શકેઃ-
એશિયા કપમાં સૌથી વધારે રનનો રેકોર્ડ સનથ જયસૂર્યાના નામે છે. જયસૂર્યાએ 25 મેચોમાં 24 ઇનિંગમાં 53.04ની સરેરાશથી 1220 રન બનાવ્યા છે. વિરાટ કોહલી આ મામલે 8માં નંબરે છે તેમણે 613 રન બનાવ્યા છે. અત્યારના ક્રિકેટરોમાં આ કોહલી સૌથી આગળ છે. કોહલીએ 2018માં 97ની સરેરાશથી અત્યાર સુધી રન બનાવ્યા છે. આ ફોર્મને જોતા કોહલી જયસૂર્યાનો આ રેકોર્ડ પણ તેઓ તોડી શકે તેવી શક્યતા હતી.
ફોરનો રેકોર્ડ પણ નહીં તોડી શકેઃ-
એશિયા કપમાં સૌથી વધારે ફોરનો રેકોર્ડ પણ સનથ જયસૂર્યાના નામે છે. તેમના નામે 139 ફોર લગાવી છે. સચિન તેન્ડુલકરના નામે 108 ફોર છે. સચિન આ મામલે બીજા નંબર છે. જો વિરાટ કોહલી એશિયા કપ રમે છે તો તેમની પાસે આ રેકોર્ડ તોડવાની તક હતી. અત્યારના વર્ષમાં 71 ફોર કોહલીના નામ એશિયા કપમાં 60 ફોર છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર