Home /News /sport /

ICC World Cup 2019: ભારત-પાક મેચ પર બોલ્યો કેપ્ટન કોહલી, અમે દેશનાં નિર્ણયની સાથે

ICC World Cup 2019: ભારત-પાક મેચ પર બોલ્યો કેપ્ટન કોહલી, અમે દેશનાં નિર્ણયની સાથે

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, 'અમારું વલણ સખત છે. અમે દેશની સાથે છીએ. આપણો દેશ જે ઇચ્છે છે અને BCCI જે નિર્ણય કરશે અને તેની સાથે રહીશું'

ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, 'અમારું વલણ સખત છે. અમે દેશની સાથે છીએ. આપણો દેશ જે ઇચ્છે છે અને BCCI જે નિર્ણય કરશે અને તેની સાથે રહીશું'

    વિશાખાપટ્ટનમ: પુલવામા હુમલા બાદથી પાકિસ્તાન અંગે દેશમાં ભારે આક્રોશ છે. દરેક પાડોસી દેશ સાથેનાં તમામ સંબંધો પૂર્ણ કરી દેવા માંગે છે. આ કાયરતા પૂર્ણ હરકત બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી વર્લ્ડકપમાં મેચનો બહિષ્કાર કરવાની માંગ સ્પષ્ટ છે.

    પાકિસ્તાનની સાથે વર્લ્ડ કપમાં રમાનારી મેચને લઇને ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન કોહલી તરફથી મોટુ નિવેદન આવ્યું છે. તેણે વિશાખાપટ્નમમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, 'અમારું વલણ સખત છે. અમે દેશની સાથે છીએ. આપણો દેશ જે ઇચ્છે છે અને BCCI જે નિર્ણય કરશે અને તેની સાથે રહીશું'

    તેણે આ ઘટનાને લઇને કહ્યું કે, 'આતંકવાદી હુમલાની ઘટના દુખદ હતી. હુમલામાં શઙીદ જવાનોનાં પરિવાર પ્રત્યે મારી અને ટીમની સંવેદનાઓ છે. '

    જોકે શુક્રવારે BCCI અને COAની વચ્ચે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સાથે મેચ રમવા અંગે મીટિંગ થઇ હતી. આ મીટિંગ બાદ COA દ્વારા પાકિસ્તાનનો બહિષ્કારનો નિર્ણ સરકાર પર છોડવામાં આવ્યો છે.

    સીઓએનાં પ્રમુખ વિનોદ રાયે જણાવ્યું કે, સરકાર જે પણ નિર્ણય લેશે, BCCI તેને માન્ય રાખશે, આ મામલે કોઇપણ નિર્ણય સરકાર સાથે વાતચીત બાદ જ લેવામાં આવશે.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ind Vs Pak, Indian Government, World cup, પાકિસ્તાન, બીસીસીઆઇ, ભારત, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन