બોલર્સે 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ઈશાંત, બુમરાહ અને શમી બન્યા સર્વશ્રેષ્ઠ 'ત્રિપુટી'

News18 Gujarati
Updated: December 28, 2018, 12:15 PM IST
બોલર્સે 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ઈશાંત, બુમરાહ અને શમી બન્યા સર્વશ્રેષ્ઠ 'ત્રિપુટી'
ભારતની ફોસ્ટ બોલર્સની ત્રિપુટી (ઈશાંત, બુમરાહ અને શમી)એ વર્ષ 2018માં 126 વિકેટ પોતાના નામે કરી લીધી છે

ભારતની ફોસ્ટ બોલર્સની ત્રિપુટી (ઈશાંત, બુમરાહ અને શમી)એ વર્ષ 2018માં 126 વિકેટ પોતાના નામે કરી લીધી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોક્સિંગ ડે ટેસ્ટનો સંઘર્ષ ચાલુ છે. 1985માં ઓસ્ટ્રેલિયાની સાથે પહેલીવાર બોક્સિંગ ટેસ્ટ રમનારી ભારતીય ટીમ મેલબોર્નમાં 37 વર્ષ બાદ દબદબો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે ભારતે ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ અત્યાર સુધી સાત બોક્સિંગ ડે ટેસ્ટ રમ્યું છે, જેમાંથી તેને પાંચ વાર હાર મળી છે તો બે ટેસ્ટ ડ્રો રહી છે, પરંતુ પહેલીવાર ભારતે જીતની આશા દર્શાવી છે. ભારતને આ સ્થિતિમાં લાવવા માટે બેટ્સમેનો બાદ બોલર્સને દમ દર્શાવ્યો છે, ખાસ કરીને ફાસ્ટ બોલર્સે. જ્યારે ભારતીય બોલર્સે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર એક કેલેન્ડર વર્ષમાં 250 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.

ભારતે ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના 7 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા છે, જેમાં એરોન ફિંચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને પેટ કમિન્સ સામેલ છે. જ્યારે જસપ્રીત બુમરાહે ત્રણ તો જાડેજાએ બે વિકેટ ઝડપી છે. બીજી તરફ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીએ એક-એક વિકેટ પોતાના નામે કરી છે.

ઈશાંત શર્મા


ભારતની ફોસ્ટ બોલર્સની ત્રિપુટી (ઈશાંત, બુમરાહ અને શમી)એ વર્ષ 2018માં 126 વિકેટ પોતાના નામે કરી લીધી છે. આ માત્ર ભારતનો નહીં પરંતુ એક કેલેન્ડર વર્ષમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારી ટેસ્ટ ક્રિકેટની બીજી ત્રિપુટી બની ગઈ છે. આ ત્રણેયે મોર્ને મોર્કેલ, મખાયા નતિની અને ડેલ સ્ટેનનો પછાડ્યા છે, જેઓએ 2008માં 123 શિકાર કર્યા હતા. જોકે, એક કેલેન્ડર વર્ષમાં સર્વોચ્ચ પ્રદર્શન કરવાનો રેકોર્ડ કેરેબિયન ત્રિપુટીના નામે છે, જેમાં જોએલ ગાર્નર, માઇકલ હોલ્ડિંગ અને મેલ્કમ માર્શલ સામેલ છે. આ ત્રણેયે 1984માં 130 પ્લેયર્સને પોતાનો શિકાર બનાવ્યા હતા.

મોહમ્મદ શમી


ભારતીય ત્રિપુટીનો 2018માં દમમોહમ્મદ શમીએ આ વર્ષે અત્યાર સુધી 12 ટેસ્ટમાં 26.44ના સરેરાશથી 45 શિકાર કર્યા છે અને તે ટોપ-5માં સામેલ એકમાત્ર ભારતીય છે. જ્યારે બુમરાહે અત્યાર સુધી નવ મેચમાં 22.69ના સરેરાશથી 42 વિકેટ તો ઈશાંત શર્માએ 11 મેચમાં 21.66 સરેરાશથી 39 વિકેટ ઝડપી છે. ચોક્કસપણે આ ભારતીય ક્રિકેટ ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ત્રિપુટી બની ગઈ છે.

બુમરાહે રચ્યો ઈતિહાસ
જસપ્રીત બુમરાહે આ વર્ષે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને તે ડેબ્યૂ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ (42) વિકેટ લેનારો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા 1979માં દિલીપ દોષીએ 40 વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહ


ભારતીય બોલર્સનો દબદબો
ભારતીય બોલર્સે (ફાસ્ટ અને સ્પિન) આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 24.83ના સરેરાશથી 250 વિકેટ લીધી છે, જે 1932થી લઈને અત્યાર સુધીની સર્વોચ્ચ પ્રદર્શન છે. આ પહેલા ભારતે 1979માં 31.77ના સરેરાશથી 249 વિકેટ પોતાના નામે કરી હતી.
First published: December 28, 2018, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading