કોરોના સામેની જંગમાં હનુમા વિહારી હવે સોનૂ સૂદના રસ્તે, મોત સામે લડી રહેલા લોકોની મદદ કરશે

 • Share this:
  નવી દિલ્લી: ભારતીય ટેસ્ટ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવનાર હનુમા વિહારી (Hanuman Vihari) અત્યારે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. રમત સાથે તે દેશની સ્થિતિનું પણ ધ્યાન રાખી રહ્યો છે. તે અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood)ની જેમ મુશ્કેલ સમયમાં જે લોકો મોત સામે લડી રહ્યા છે તે લોકોને મદદ કરી રહ્યો છે. તેના આ કાર્યમાં તેની સાથે હૈદરબાદ અને બીજા અન્ય શહેરોમાંથી 100 જેટલા વોલેન્ટીયર જોડાયા છે. બેટ્સમેનને ટેગ કરીને જ્યારે કોઈ ટ્વીટ કરે છે ત્યારે તે તરત જ તે લોકોની મદદ કરવા માટે જોડાઈ જાય છે. અત્યાર સુધી વિહારીએ કેટલાય લોકોને ઓક્સિનજન, જીવન રક્ષક દવાઓ અને આર્થિક મદદ કરી ચૂક્યો છે.

  વિહારી પોતે લોકોની મદદ કરી શકતો નથી પરંતુ જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે તે સોનૂ સૂડ અને ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ (IYC) શ્રીનિવાસ બી.વી સામે પણ મદદ માંગતા ખચકાતો નથી. અને તેના ટ્વિટર એકાઉન્ટ પર તે નજર આવી રહ્યું છે. તેમણે વિશાખપટ્ટનમના મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસથી પિડાઈ રહેલા દર્દી માટે યોગ્ય ઈન્જેક્શનની વ્યવસ્થા કરવા માટે સોનૂ સૂદને કહ્યું હતું.

  તેમના કહેવા પર ભારતીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પણ દર્દીની સારવાર માટે જરૂરી પ્લાઝ્માની વ્યવસ્થા કરી હતી. વિહારીએ આ મદદ બદલ કોંગ્રેસ નેતાનો આભાર પણ માન્યો.  આજે સવારે હેમંતકુમાર નીલી નામના વ્યક્તિ સોનુ સૂદને ટેગ કરી એક ટ્વિટકરી અને વિશાખાપટ્ટનમમાં તેના પિતા માટે ઓક્સિજન પલંગ ગોઠવવાની વિનંતી કરી હતી. તેમનો ઓક્સિજનનું સ્તર 80ની નીચે આવી ગયું હતું અને તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. આના પર હનુમાએ આ વ્યક્તિને તેના પિતાની બધી વિગતો શેર કરવા કહ્યું. જેથી તેઓ ઓક્સિજન બેડ ગોઠવી શકે.  તેના અભિયાન અંગે આ બેટ્સમેને તાજેતરમાં જ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે, હું તળિયાના સ્તરે લોકોને મદદ કરવા માંગુ છું. કોરોનાની બીજી તરંગ એટલી ખતરનાક છે કે, હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. મેં આ ખરાબ સમયમાં લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે અને મારો પ્રયત્નો વધુને વધુ લોકોને મદદ કરવાનો રહેશે.
  Published by:kuldipsinh barot
  First published: