Home /News /sport /

CWG 2022: ટ્રિપલ જમ્પમાં એલ્ડોસ પોલ અને અબ્દુલ્લા અબુબકરે ઇતિહાસ રચ્યો, ભારતના ખાતામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ

CWG 2022: ટ્રિપલ જમ્પમાં એલ્ડોસ પોલ અને અબ્દુલ્લા અબુબકરે ઇતિહાસ રચ્યો, ભારતના ખાતામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ

એલ્ડોસ પોલે 17.03 મીટરની છલાંગ લગાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

Commonwealth Games 2022: એલ્ડોસ પોલે 17.03 મીટરનું અંતર કાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાં જ અબ્દુલ્લા બીજા નંબર પર હતા, જેમણે 17.02 મીટરની છલાંગ લગાવી હતી.

    કોમનવેલ્થ ગેમ્સ-2022 (Commonwealth Games 2022) ની ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં ભારતીય ખેલાડીઓએ રવિવારે 2 મેડલ પોતાના નામે કર્યા છે. આ ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ભારતે ટ્રિપલ જમ્પમાં ટોપ-2 મેડલ પોતાના નામે કર્યા હોય. બર્મિંગહામમાં રમાય રહેલા કોમનવેલ્થ ગેમ્સના 22 (Commonwealth Games 2022)મા એડિશનમાં ભારતના એલ્ડોઝ પોલ (Eldhose Paul) અને અબ્દુલ્લા અબુબકરે (Abdullah Aboobacker) દેશ માટે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. ભારત આ ઈવેન્ટનો બ્રોન્ઝ પણ જીતી શક્યું હોત, પરંતુ પ્રવિણ ચિત્રવેલ બરમુડાના પેરીનચેફથી ઓછા અંતરથી પાછળ રહી ગયા હતા.

    એલ્ડોસ પોલે 17.03 મીટરનું અંતર કાપીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાં જ અબ્દુલ્લા બીજા નંબર પર હતા, જેમણે 17.02 મીટરની છલાંગ લગાવી હતી. પેરીનચેફે 16.92 મીટરનું અંતર કાપ્યું જ્યારે ચોથા ક્રમના પ્રવીણે 16.89 મીટરનું અંતર કાપ્યું હતું.



    કેરળના રહેવાસી 25 વર્ષીય એલ્ડોસે ત્રીજા પ્રયાસમાં 17 મીટરનો આંકડો પાર કર્યો હતો અને તેના આધારે તે ચેમ્પિયન બન્યા છે. આ સાથે જ અબ્દુલ્લાએ તેમના 5મા પ્રયાસમાં આ જાદુઈ આંકડાને પાર કરીને ટોપ-2માં જગ્યા બનાવી લીધી છે. હવે ભારતના ખાતામાં 16 ગોલ્ડ મેડલ આવી ગયા છે.

    આ પણ વાંચો- કોમનવેલ્થ ગેમ્સ : અમિત અને નીતુને ગોલ્ડ મેડલ, ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો

    આ દરમિયાન ભારતીય દોડવીર સંદીપ કુમારે 10000 મીટર રેસવોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની મેડલ સંખ્યા હવે 46 પર પહોંચી ગઈ છે, જેમાં 16 ગોલ્ડ, 12 સિલ્વર અને 18 બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Commonwealth Games, CWG

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन