Home /News /sport /આ દિગ્ગજે કહ્યું, ભારત પાસે વર્લ્ડના સર્વશ્રેષ્ઠ સ્પિનર, ઈંગ્લેન્ડને કરશે હેરાન-પરેશાન

આ દિગ્ગજે કહ્યું, ભારત પાસે વર્લ્ડના સર્વશ્રેષ્ઠ સ્પિનર, ઈંગ્લેન્ડને કરશે હેરાન-પરેશાન

ભારતના પૂર્વ કોચ અનિલ કુંબલેનું માનવું છે કે, આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ પર મેજબાનને પરેશાન કરવા માટે ભારત પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્પિનર અને બોલર તથા બેટિંગ લાઈનમાં અનુભવી ખેલાડી છે.

કુંબલેએ કહ્યું, "અમારી પાસે શાનદાર ઓલરાઉન્ડર ટીમ છે. બોલિંગમાં અમારી પાસે અનુભવ છે અને એવા બોલર છે, જે સતત 20 વિકેટ લઈ રહ્યાં છે. બેટિંગ લાઈનમાં જોઈએ તો તેમાં પણ ઘણો અનુભવ છે."

તેમને કહ્યું, "અમારા ખેલાડી અવરેજ 50 ટેસ્ટ રમી ચૂક્યો છે. તે પહેલી વખત ઈંગ્લેન્ડ પ્રવાસ જઈ રહ્યાં નથી. તેઓ બધા ત્યાં જઈ ચૂક્યાં છે અને પરિસ્થિતિથી જાણે છે."

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનનું માનવું છે કે, ભારત પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્પિનર છે અને ગરમીઓના બીજા હાફમાં રમવાથી ભારતને ફાયદો મળશે.

કુંબલેએ કહ્યું, "અમારી પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ સ્પિનર છે અને અમે બીજા હાફમાં રમી રહ્યાં છીએ જેનો ફાયદો અમને મળશે. અમારી પાસે સિરીઝ જીતવાની તક છે અને ડ્યૂક બોલથી પણ કોઈ મુશ્કેલી થવી જોઈએ નહી."

કુંબલેએ કહ્યું, કલાઈના સ્પિનરોની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. વિકેટ જોતા તેમને ઝડપી બોલ આપવામાં આવશે. અંબાતી રાયડૂ હાલમાં જ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યાં પછી ઈંગ્લેન્ડના પ્રવાસ પર જઈ રહેલ ટીમથી બહાર થઈ ગયો. કુંબલેએ કહ્યું જો યો-યો ટેસ્ટ પ્રક્રિયાનો હિસ્સો છે, તો તેનું સન્માન કરવું જોઈએ.

આઈસીસી વેબસાઈટની રિપોર્ટ અનુસાર, ભારતને આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડમાં પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે, જે ભારતનો 18મો ઈંગ્લેન્ડ પ્રવાસ હશે. ભારતે અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં માત્ર 06 ટેસ્ટ મેચ જ જીતી છે અને આમાંથી તેને પાછલી ત્રણ જીત તો પાછલી ચાર સિરીઝમાં મળી છે.

ભારતે ઈંગ્લેન્ડના પ્રવાસ પર અત્યાર સુધી ત્રણ ટેસ્ટ સિરીઝ જીતી છે, જે તેને 1971, 1986 અને 2007માં મળી હતી. કુંબલે 2007માં ઈંગ્લેન્ડ ટીમના પ્રવાસનો ભાગ હતો.
First published:

Tags: Anil Kumble, England, Sports news