પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 159 રન બનાવ્યા
ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 159 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. 31 રને જ ચાર વિકેટ પડી ગઈ હતી. પરંતુ તે પછી વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ઇનિંગને સંભાળી હતી. જોકે, મેચને જીતવા ઓછા બોલમાં વધારે રન બનાવવાના છે. તે છતાં વિરાટ કોહલીએ મેચને છોડી નહતી અને આક્રમક બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.પાવર પ્લેમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટના નુકશાને 31 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર આવવા માટે પાર્ટનરશીપની જરૂરત છે.
ઇફ્તિકાર 34 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો
પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 159 રન બનાવી લીધા છે. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. અર્શદીપ સિંહે ટીમ ઈન્ડિયાને ઇનિંગની શરૂઆતમાં બાબર અને રિઝવાનના રૂપમાં બે મોટી સફળતાઓ અપાવી હતી. જોકે, તે છતાં શાન મસૂદ અને ઇફ્તિકારની અર્ધશતકીય ઇનિંગે પાકિસ્તાનનો સ્કોર સન્માનજનક સ્થિતિમાં પહોંચાડી દીધો હતો. ઇફ્તિકાર 34 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે શાન મસૂદ 42 બોલમાં 52 રનની ઇનિંગ રમીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને અર્શદીપે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તે ઉપરાંત શમી-ભૂવીને એક-એક વિકેટ મળી હતી. અક્ષર પટેલે એક જ ઓવર નાંખી હતી પરંતુ તે ખુબ જ મોંઘો સાબિત રહ્યો હતો. અક્ષરે એક ઓવરમાં 21 રન આપ્યા હતા.
હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી
હાર્દિક પંડ્યાએ પોતાની ચાર ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ચટકાવી હતી. હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન ટીમને પ્રેશરમાં લાવી દીધી છે. ખતરનાક બની ગયેલ ઇફ્તિકાર ખાન શમીની તેરમી ઓવરમાં 51 રન બનાવીને એલબી ડબ્લ્યુ આઉટ થઇ ગયો હતો. હાર્દિક 14મી ઓવર લઇને આવ્યો હતો. આ ઓવરમાં ટીમ ઈન્ડિયાને બે વિકેટ મળી હતી. શાબાદ અને હૈદર અલીને હાર્દિકે પેવેલિયન મોકલ્યા હતા.બારમી ઓવરમાં ઇફ્તિકારે અક્ષરની બારમી ઓવરથી વિસ્ફોટક બેટિંગ શરૂ કરી હતી. બારમી ઓવરમાં ઇફ્તિકારે ત્રણ સિક્સ ફટકારી હતી.
ભારત તરફથી 11મી ઓવર અશ્વન લઇને આવ્યો હતો. આ ઓવરમાં પાકિસ્તાન તરફથી પ્રથમ સિક્સ ઇફ્તિકાર તરફતી મારવામાં આવી હતી.દસ ઓવર બાદ પાકિસ્તાન ટીમે 6 રન પ્રતિ ઓવરના રનરેટથી સ્કોર બનાવ્યો છે. ભારત તરફથી શમી સાતમી ઓવર લઈને આવ્યો હતો. તે ઓવરમાં શાન સમૂદને જીવનદાન મળ્યું હતું.પાકિસ્તાનના બે વિકેટ સસ્તામાં પડી જતાં પાવર પ્લેમાં માત્ર 32 રન જ બનાવી શક્યું હતું. જોકે, ઇફ્તિકાર અને શાન મસૂદે ઇનિંગને સંભાળી લીધી છે. પરંતુ રનરેટ એકદમ ધીમું ચાલું રહ્યું છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર