Home /News /sport /IND VS AUS: અમદાવાદ ટેસ્ટ ડ્રો! બંને ટીમ ટકરાશે WTC ફાઇનલ, 10 વર્ષમાં પહેલી વખત બની આ ઘટના

IND VS AUS: અમદાવાદ ટેસ્ટ ડ્રો! બંને ટીમ ટકરાશે WTC ફાઇનલ, 10 વર્ષમાં પહેલી વખત બની આ ઘટના

pujara gill team india

IND VS AUS: અમદાવાદમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ ડ્રો જતાં ભારત સતત ચોથી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિજેતા બન્યું હતું. 2016 પછી ભારત ક્યારેય આ ટ્રોફી હાર્યું નથી

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ ડ્રોમાં પરિણમી હતી. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાના વિજય બાદ આ મેચ નિર્ણાયક મેચ હતી. જો ભારત જીતે તો ત્રણ એક સાથે સીરિઝ જીતી શકે એમ હતું અને ઓસ્ટ્રેલિયા જીતે તો સીરિઝ ડ્રો જઇ શકે એમ હતી. પણ મેચ ડ્રો જવાના કારણે બોર્ડર ગવાસ્કર ટ્રોફી ભારત પાસે જ રહેશે.

પહેલી બે મેચોમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. ત્યાર પછી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇટ બેક કર્યું હતું અને ભારતને હરાવ્યું હતું. આખરી ટેસ્ટ મેચમાં અમદાવાદમાં પહેલી ઇનિંગમાં જ ઉસ્માન ખ્વાજા અને ગ્રીનની સદીના કારણે મેચ જામશે એવું લાગી રહ્યું હતું. પણ આખરે મેચ ડ્રો જતાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વધુ એક બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ભારતે જીતી લીધી છે.

સતત ચોથી વખત જીત્યું ભારત 

આ સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત ચોથી વખત ભારત જીત્યું છે. અગાઉ પણ ત્રણ વખત ભારત ચાર મેસ્ટની આ સીરિઝમાં 2-1થી જીતી ચૂક્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત સતત ચોથી વખત બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિજેતા બન્યું હતું. 2016 પછી ભારત ક્યારેય આ ટ્રોફી હાર્યું નથી

10 વર્ષમાં બીજી વખત સતત બે મેચમાં ભારત નથી જીત્યું 

છેલ્લા દસ વર્ષમાં પહેલી વખત એવું બન્યું હતું કે ઘરઆંગણે ભારત સતત બે ટેસ્ટ મેચમાં જીત્યું નથી. એટ્લે કે અત્યાર સુધી દસ વર્ષમાં ઘરઆંગણે સતત બે મેચમાંથી એક પણ મેચ ભારત જીત્યું ન હોય એવું બન્યું જ નથી. આ વખતે ભારત પહેલી બે મેચ જીત્યું હતું. ત્યાર પછી એક મેચ હાર્યું હતું અને આખરી મેચ ડ્રો ગઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. કોહલીએ 186 રનની શાનદાર ઇનિંગ રમી હતી. કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં આ 28મી સદી છે જ્યારે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની 75મી સદી હતી.

કોહલીએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી 4 મેચની શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાં આ શાનદાર ઇનિંગ રમી હતી.  આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી. પ્રેક્ષકોનો ટીમોને ભરપૂર સપોર્ટ રહ્યો હતો.

આ પહેલા વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં તેની છેલ્લી સદી 22 નવેમ્બર 2019ના રોજ ફટકારી હતી. અમદાવાદમાં કિંગ કોહલીએ 241 બોલમાં 5 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. આ લગભગ 3 વર્ષ બાદ ટેસ્ટમાં કોહલીએ સદી ફટકારી છે.  અગાઉ કોહલીએ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પિંક બોલ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે 139 રનની ઈનિંગ રમી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે અગાઉ જ ક્વોલિફાઈ થઈ ગયું છે. ભારત અને શ્રીલંકાની ટીમો અત્યારે ફાઈનલની રેસમાં છે. અન્ય ટીમો બહાર થઈ ગઈ છે. પ્રથમ સિઝનમાં પણ ભારતીય ટીમ ટાઈટલ રાઉન્ડમાં પ્રવેશવામાં સફળ રહી હતી. જ્યાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો પરાજય થયો હતો.

આ પણ વાંચો: બોર્ડ સાથે ઝઘડો કરીને નિવૃત્તિ લેવાનો હતો, હવે ભારતને WTC Finalની બહાર કાઢવા આડો આવ્યો ક્રિકેટર






First published:

Tags: Border Gavaskar Trophy, Cricket News Gujarati, IND vs AUS, India vs australia