Home /News /sport /IND VS AUS: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં વન-ડે ક્રિકેટમાં પણ વિજય રથ સતત આગળ, મોટો દાવ સાચો પડ્યો

IND VS AUS: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં વન-ડે ક્રિકેટમાં પણ વિજય રથ સતત આગળ, મોટો દાવ સાચો પડ્યો

હાર્દિક પંડ્યા

IND VS AUS: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલીયા સામેની પહેલી મેચમાં વિજય થયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆત જીત સાથે થઈ ગઈ છે.

CAPTAIN HARDIK PANDYA: આજે હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલીયા સામેની પહેલી મેચમાં વિજય થયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆત થઈ ગઈ છે. આ રોમાંચક મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.  દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ સાથે ગુજ્જુ બોય હાર્દિક ટીમનો 27 મો વનડે કેપ્ટન બની ગયો હતો. મેચ લો સ્કોરિંગ અને ફાસ્ટ બોલર્સ માટે સ્વર્ગ જેવી સાબિત થઈ હતી.  મુંબઈમાં કેપ્ટન પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને વિરોધી ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં હજુ સુધી ભારત એકેય શ્રેણી હાર્યું નથી. ટી-20 માં પણ ભારત માત્ર બે જ મેચો હાર્યું છે, એ સિવાયની બધી જ મેચો જીત્યું છે. અને હવે વન-ડે કેપ્ટન્સીમાં પણ પંડ્યાએ  વિજય સાથે જ શરૂઆત કરી છે. અત્યાર સુધી તો શ્રેણીની બાબતમાં હાર્દિક અજેય કેપ્ટન માનવમાં આવે છે પરંતુ આ શ્રેણીમાં બીજી મેચથી નિયમિત કેપ્ટન રોહિત શર્મા પોતે જ કેપ્ટન્સી કરશે.

રાહુલને ચાન્સ આપ્યો 

ટેસ્ટ સીરિઝમાં છેલ્લે છેલ્લે ખરાબ ફોર્મના કારણે પડતાં મુકાયેલ જમણેરી બેટ્સમેન લોકેશ રાહુલને હાર્દિકે ટીમમાં સ્થાન આપ્યું હતું અને કીપીંગ તેની પાસે કરાવ્યુ હતું. આ નિર્ણયની ઘણી ચર્ચા થતી હતી પણ આખરે આ જ નિર્ણય સાચો પડ્યો હતો અને રાહુલ મેચ વિનર ખેલાડી બન્યો હતો.

ઉપરાંત પંડ્યાએ કરેલા બોલિંગ પરિવર્તનો પણ ટીમની વહારે આવ્યા હતા. અને ભારતીય બોલરે ઓસ્ટ્રેલિયાને માત્ર 188 રન પર સીમિત રાખી દીધું હતું. જો કે ભારતે પણ ટોપ ઓર્ડરની વિકેટો ધડાધડ જ ગુમાવી દીધી હતી.

16 રનમાં ગુમાવી ત્રણ વિકેટ

ભારતીય બોલરોએ સારી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 188 રને સીમિત રાખ્યું હતું. પણ પછી ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં કમબેક કરતાં જોરદાર વળતો જવાબ આપ્યો હતો. ભારતની શરૂઆતની ત્રણ વિકેટ માત્ર 16 રને જ પડી ગઈ હતી.

બીજી જ ઓવરમાં ઇશાન કિશન આઉટ

ભારતનો ડાબોડી યુવા ઓપનર ઈશાન કિશન આ મેચમાં સારી શરૂઆત કરી શક્યો નહોતો. માર્કસ સ્ટોઇનિસનીબોલિંગમાં ઇનિંગની બીજી જ ઓવરમાં માત્ર 3 રનના વ્યક્તિગત સ્કોર પર કિશન આઉટ થઈ ગયો હતો.

ત્યાર પછી પાંચમી ઓવરમાં કાંગારૂઓનો સિનિયર ફાસ્ટ બોલર સ્ટાર્ક ત્રાટક્યો હતો. તેણે ઓવરના પાંચમા બોલે વિરાટ કોહલીને લેગ બિફોર વિકેટ આઉટ કર્યો હતો અને ત્યાર પછી છઠ્ઠા બોલે સૂર્યકુમાર યાદવને પણ એ જ રીતે આઉટ કર્યો હતો. જેના કારણે ભારતે માત્ર 16 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યાર પછી સેટ બેટ્સમેન શુભમન ગિલ પણ સ્ટાર્કની બોલિંગમાં જ કવર પોઈન્ટ પર કેચ આપી બેઠો હતો અને 20 રન બનાવીને પેવેલિયનભેગો થઈ ગયો હતો. અને આ સાથે જ ભારતનો સ્કોર માત્ર 39 રન પર ચાર વિકેટ થઈ ગયો હતો જ્યારે ઓવર માત્ર 10.2 જ થઈ હતી.

કેપ્ટન હાર્દિક પણ આઉટ

ભારતીય ટીમની ડૂબતી નાવ કેપ્ટન હાર્દિક બચાવી લેશે એવું લાગતું હતું પણ તેણે પણ પોતાની વિકેટ બચાવી નહોતી અને સ્ટોઇનિસના એક શોર્ટ પિચ બોલને હુક કરવાના પ્રયાસમાં દીપ સ્ક્વેર લેગ પર કેચ આપી બેઠો હતો. આ સાથે જ ફેન્સ પણ ઘણા નિરાશ થયા હતા.

ભારતની બોલિંગ પણ સારી રહી 

શરૂઆતમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર સિરાજે શરૂઆતમાં જ ઓપનર હેડની વિકેટ ઝડપી હતી. લેફટી બેટ્સમેનો પર તો સિરાજના સ્વિંગ્સ હંમેશા ભારે પડતાં હોય છે. ચાહે તે ડેવિડ વોર્નર હોય કે હેડ. જો કે કાંગારૂ ટીમને ત્યાર પછી ખાસ્સી આશા જાગી હતી કારણ કે સ્મિથ અને માર્શ સારી બેટિંગ કરી રહ્યા હતા. બે બેટ્સમેનો બીજી વિકેટ માટે સેટ થયેલા જોઈને લાગતું હતું કે અહીંથી ઓસી ટીમ મોટો સ્કોર કરશે, પણ પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ વિરોધી કેપ્ટન સ્મિથને પેવેલિયનભેગો કરી દીધો હતો.

આ પણ વાંચો: છે ને ગજબ! ક્રિકેટરને શિક્ષિકા સાથે થયો પ્રેમ, મામાની દીકરી સાથે કર્યા લગ્ન, ચાર વખત તો રિટાયર થયો

લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથનો શાનદાર કેચ કેપ્ટન પંડ્યાની બોલિંગમાં જ પકડ્યો હતો જેના કારણે તેણે આ નિર્ણયને સાચો સાબિત કરવાની એક તક પણ ઝડપી લીધી હતી.



સટીક બોલિંગ

ભારતીય બોલરોએ સટીક બોલિંગ કરી હતી અને લાઇન લેન્થ એવી પરફેક્ટ જાળવી રાખી હતી કે આખરે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 188 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
First published:

Tags: Hardik pandya latest news, IND vs AUS, હાર્દિક પંડ્યા