મહિલા વર્લ્ડ ટી-20: ભારત ફાઇનલની રેસમાંથી બહાર, ઇંગ્લેન્ડનો વિજય

News18 Gujarati
Updated: November 23, 2018, 9:09 AM IST
મહિલા વર્લ્ડ ટી-20: ભારત ફાઇનલની રેસમાંથી બહાર, ઇંગ્લેન્ડનો વિજય
કેપ્ટન હરમનપ્રીની આગેવાનીમાં ટીમના તમામ ખેલાડીઓ ફક્ત 19.3 ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા.

કેપ્ટન હરમનપ્રીની આગેવાનીમાં ટીમના તમામ ખેલાડીઓ ફક્ત 19.3 ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા.

  • Share this:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મહિલા વર્લ્ડ ટી-20ની ફાઇલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમને આઠ વિકેટે પરાજય થયો છે. ભારતના 113 રનના લક્ષ્યાંકને ઇગ્લેન્ડની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. તેની સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ વખત ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ઈંગ્લેન્ડે ફક્ત 17.1 ઓવરમાં  બે વિકેટ ગુમાવીને 116 રન બનાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટક્કર રવિવારે ઓસ્ટ્રેલિયા સાથે થશે. આ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતે આપ્યો હતો 113 રનનો લક્ષ્યાંક

પ્રથમ વખત મહિલા વર્લ્ડ ટી-20 ફાઇનલમાં રમવાની આશા સાથે મેદાન પર ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફક્ત 112 રન બનાવીને પેવેલિનય ભેગી થઈ ગઈ છે. કેપ્ટન હરમનપ્રીની આગેવાનીમાં ટીમના તમામ ખેલાડીઓ ફક્ત 19.3 ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા. શરૂઆતમાં અમુક ખેલાડીઓના સારા પ્રદર્શન બાદ બાકીની આખી ટીમ ઝડપથી આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધારે 34 રન બનાવ્યા હતા. ટીમમાં ફક્ત ચાર ખેલાડીઓ જ બે અંકના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. આ ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના (34), જેમિયા રોડ્રિગ્સ (26), કેપ્ટન હરમનપ્રીત કૌર (16), તાનિયા ભાટિયા (11) સામેલ છે.

બીજી તરફ અનુજા પાટિલ અને પૂનમ યાદવ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી હતી.

ભારતીય ટીમની પ્રથમ વિકેટ છઠ્ઠી ઓવરમાં 43 રન પર પડી હતી. છઠ્ઠી ઓવરમાં સ્મૃતિ મંધાના આઉટ થઈ ગઈ હતી. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો અને ટીમમાં સૌથી વધારે 34 રનનું યોગદાન આપ્યું હતું. તે સોફીના બોલ પર કેચ આઉટ થઈ ગઈ હતી. ટીમને નવમી ઓવરમાં 53 રન પર બીજો ઝટકો લાગ્યો હતો. તાનિયા ભાટિયા ફક્ત 11 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

તેના બાદમાં ક્રમશઃ વેદા કૃષ્ણમૂર્તિ (2), હરમનપ્રીત કૌર (16), હેમલતા (1), અનુજા પાટિલ (0), રાધા યાદવ (4), અરુંધતિ રેડ્ડી (6) અને દિપ્તી શર્મા (7) રન બનાવીને પેવેલનિયન પરત ફરી હતી.ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધારે ત્રણ વિકેટ હીદર નાઇટે લીધી હતી. તેના બાદમાં ક્રિસ્ટી ગોર્ડન અને સોફી એક્સેસ્ટને બે-બે વિકેટ ઝડપી હતી.

નોંધનીય છે કે ભારતીય ટીમે આ વર્લ્ડ કપની સેમિફાઇનલ પહેલા દરેક મેચમાં શારું પ્રદર્શન કર્યું છે. આજે ભારત મેચ જીતે છે તો તે પ્રથમ વખતે વિશ્વ કપના ફાઇનલમાં પહોંચશે. ભારતીય ટીમ માટે સારા સમાચાર એ છે કે વિશ્વ કપમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન અત્યાર સુધી સારું નથી રહ્યું.
First published: November 23, 2018, 8:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading